મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડાકોરના ગેસ્ટહાઉસમાં ગળતેશ્વરના યુવકના મોત અંગે ઘેરાતું રહસ્ય, પોલીસે ન કરાવ્યું પોસ્ટમોર્ટમ

Kheda News : ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા કેટલાક ગેસ્ટહાઉસ દેહવ્યાપાર માટે કુખ્ય

ડાકોરના ગેસ્ટહાઉસમાં ગળતેશ્વરના યુવકના મોત અંગે ઘેરાતું રહસ્ય, પોલીસે ન કરાવ્યું પોસ્ટમોર્ટમ

Kheda News : ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા કેટલાક ગેસ્ટહાઉસ દેહવ્યાપાર માટે કુખ્યાત છે. આવામાં ડાકોરના રત્નાગીરી ગેસ્ટહાઉસમાં ગળતેશ્વર તાલુકાના એક યુવકના શંકાસ્પદ મોતથી ચકચાર મચી જવા પામી છે. 

યુવાનના શંકાસ્પદ મોત અંગે ડાકોર પોલીસ અને રત્નાગીરી ગેસ્ટહાઉસના સંચાલકોનું ભેદી મૌન અનેક પ્રશ્નો ઉભા કરે છે. એક દિવસ વિતી ગયો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ડાકોર પોલીસ દ્વારા મૃતક યુવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કે અન્ય તપાસ કર્યા વિના પરિવારને મૃતદેહ સોંપી દેવાયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. 

યુવકના શંકાસ્પદ મોતના ગુનામાં ડાકોર પોલીસની ભેદી અને ભ્રષ્ટ કાર્યવાહીથી પોલીસની છબી ખરડાઈ રહી છે. ડાકોર પોલીસ યુવકના મોતના ગુનેગારોને બચાવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. 

ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક આ બાબતે યોગ્ય એજન્સીએ તપાસ આપી યુવકના મોતના ગુનેગારો અને તેના પર ઢાંકપિછોડો કરતા અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. 

આ સમાચાર શેર કરો