મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધ્રાંગધ્રાના કુડા ગામમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે હત્યારા અર્જુન કોળીની કરી ધરપકડ

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે એક હત્યાનો બનાવ બન્યો હતો. હત્યાની આ ઘટન

ધ્રાંગધ્રાના કુડા ગામમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે હત્યારા અર્જુન કોળીની કરી ધરપકડ

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે એક હત્યાનો બનાવ બન્યો હતો. હત્યાની આ ઘટના ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામમાં બની હતી, જેમાં  ખેતર માલિકે વૃદ્ધ ભાગીયાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે સુરેન્દ્રનગર પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીની ધરપકડ કરી દીધી છે.

વાડી વિસ્તારમાંથી મળ્યો વૃદ્ધનો મૃતદેહ

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામમાં વાડી વિસ્તારમાં  માવજીભાઈ કાનાભાઈ કોપણીયા નામના વૃદ્ધ હત્યા કરાયેલી અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. વૃદ્ધના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા DYSP, PI સહિત પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

હત્યારા અર્જુન કોળીની ધરપકડ

સુરેન્દ્રનગર પોલીસે માવજીભાઈ કાનાભાઈ કોપણીયાની હત્યા કરનાર હત્યારા અર્જુન કોળીને ઝડપી પાડ્યો છે. હત્યાનો ભોગ બનાર માવજીભાઈએ જમીન ખેતીકામ કરવા રાખી હતી, ત્યારે જમીન માલિક અર્જુન સાથે બોલાચાલી થયા બાદ અર્જુન દ્વારા ઘણના ઘા જીકી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું. હત્યારા અર્જુનને ઝડપી પાડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી.

પાણી વાળવા બાબતે બોલાચાલી થતા ખેતર માલિકે કરી હત્યા 

મૃતક વૃદ્ધની હત્યા તેઓ જે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હતા તેના માલિકે કરી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ખેતરમાં પાણી વાળવા બાબતે ખેતરના માલિક અને મૃતક માવજીભાઈ સાથે બોલાચાલી થઈ હતી, જેમાં ખેતરના માલિકે  મૃતક માવજીભાઈના પેટ પર  લોખંડના ઘણથી હુમલો કર્યો હતો, જેના કારણે તેમનું મોત થયું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો