રાજકોટ: બે સગા ભાઈઓની હત્યા કરનાર બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ
Rajkot News : રાજકોટ શહેરમાં બે સગા ભાઈઓની હત્યા કરનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ગઈક

Rajkot News : રાજકોટ શહેરમાં બે સગા ભાઈઓની હત્યા કરનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ગઈકાલે 11 ફેબ્રુઆરીએ સંતકબીર રોડ પર આર્યનગરમાં બે સગા ભાઈઓ વિકી જૈન અને અમિત જૈનની તેના પાડોશમાં રહેતા સાળા-બનેવીએ હત્યા કરી ફરાર થઇ ગયા હતા. આજે એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે.
બપોરે નજીવી બાબતે બોલાચાલી બાદ રાત્રે બે ભાઈઓની હત્યા કરી
રાજકોટના સંત કબીર રોડ ઉપર આર્યનગર શેરી નંબર 1/6 ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે દીપકભાઈ નાગજીભાઈ ઉઘાડના બે માળના મકાનમાં ઉપરના માળે મૂળ મધ્યપ્રદેશના જબલપુરના રાજીબડે પથ્થરના વતની અમિત રાજુ જૈન (ઉવ 29) અને તેનો ભાઈ વિક્કી રાજુ જૈન(ઉવ 26)અને આકાશ રાજુ જૈન પરિવાર સાથે રહેતા હતા.
આ જ મકાનમાં નીચેના ભાગમાં સાળો-બનેવી છોટુ ઉર્ફે સંજય શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા રહેતા હતા. આ બંને પરિવારો વચ્ચે સંડાસ-બાથરૂમ સહિયારા હતા, જેના કારણે બંને ભાડુઆતો વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી.
સોમવારે રાતે આકાશ જૈન અને છોટુ ઉર્ફે સંજય શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા સાથે છોટુની પત્નીની છેડતી કર્યા બાબતે માથાકૂટ થઇ હતી ઝગડો થતા અમિત અને વિક્કી બન્ને ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો. છોટુ ઉર્ફે સંજય શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા બન્નેએ સાથે મળી અમિત અને વિકી ઉપર છરીથી હુમલો કર્યા હતો.
ઘટના બાદ આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને અમિત તથા વિકીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં વિકી જૈનનું મોત નીપજ્યું હતું, જ્યારે અમિતને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતક અમિત જૈનના પત્ની અમીનાબેનની બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવેલી ફરિયાદ પરથી સાળા-બનેવી છોટુ ઉર્ફે સંજય શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.








