મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડાંગના જામન્યામાળ ગામે મહિલાને ડાકણ કહી બદનામ કરતા કર્યો આપઘાત, 6 આરોપીઓની ધરપકડ

Dang News: ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના જામન્યામાળ ગામે મહિલાને ડાકણ કહી બદનામ કરતા આ મહિલા

ડાંગના જામન્યામાળ ગામે મહિલાને ડાકણ કહી બદનામ કરતા કર્યો આપઘાત, 6 આરોપીઓની ધરપકડ

Dang News: ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના જામન્યામાળ ગામે મહિલાને ડાકણ કહી બદનામ કરતા આ મહિલાએ આપઘાત કરી લીધો હતો. મૃતક મહિલાના પુત્રએ આ કેસમાં 6 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે એક મહિલા સહિત  6 આરોપીઓની ધરપકડ કરી છે. 

ધરપકડ કરાયેલા આરોપીઓના નામ 

  • ધનજુભાઈ જાનુભાઇ વાઘમારે
  • પંકજ ઉર્ફે રાજુભાઈ ધનજુભાઈ વાઘમારે
  • સતિષભાઈ રમણભાઈ વાઘમારે 
  • ગનાભાઇ સુર્યાભાઈ પવાર
  • જમાબેન ગાનાભાઈ પવાર
  • સોનીરાવ મોતીરામભાઈ પવાર 

3 મહિલાઓને ડાકણ જાહેર કરી સમાજ અને ગામમાં બદનામ કરી

ડાંગના સુબીર તાલુકાના જામન્યામાળ ગામ ખાતે ત્રણ જેટલી મહિલાઓ ઉપર ડાકણવિધિ કરવામાં આવી હતી અને તેમને ડાકણ જાહેર કરી તેમને સમાજ અને ગામમાં બદનામી કરવામાં આવી હતી. આમાંથી એક મહિલાને લાગી આવતા તેણે આપઘાત કરી લીધો હતો. મૃતક મહિલાના પુત્રએ ફરિયાદ કરતા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો