પાટણ: ખાટલો ઢાળવા બાબતે થયેલી બબાલમાં યુવકની હત્યા, ચાર હત્યારાની ધરપકડ
ચાણસ્મા તાલુકાના ઇન્દિરા નગરમાં નજીવી બાબતે યુવક પર છરી, ધોકા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસ

ચાણસ્મા તાલુકાના ઇન્દિરા નગરમાં નજીવી બાબતે યુવક પર છરી, ધોકા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસે હત્યારા ચાર ઈસમોની ધરપકડ કરી છે.
તબીબે ઈજાગ્રસ્ત યુવકને મૃત જાહેર કર્યો
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઇન્દિરા નગરમાં એક જ કોમના બે વ્યક્તિઓ વચ્ચે ખાટલો વચ્ચે ઢાળવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. મામલો વધુ ઉગ્ર બનતા ચાર વ્યક્તિઓએ છરી, ધોકા વડે યુવક પર હુમલો કર્યો હતો. પરિણામે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે ઈજાગ્રસ્ત યુવકને મૃત જાહેર કર્યો હતો.
મૃતકની પત્નીએ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
મૃતકની પત્નીએ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદના આધારે હત્યા કરનાર મહેબુબભાઈ, સલીમ ભાઈ, અહેસાન, સાજીદ સલીમ ખાન કુરેશી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. હાલ ચારેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








