સુરતના સ્વિમિંગ પૂલમાં દારૂની મહેફિલ માણનારા પાલિકાના અધિકારીઓની કરાઈ ધરપકડ
ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. પરંતુ, અહીં છૂટથી દારૂ મળે છે, અને પીવાય પણ છે. હ

ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. પરંતુ, અહીં છૂટથી દારૂ મળે છે, અને પીવાય પણ છે. હદ તો એ થઈ ગઈ છે કે, ગુજરાતના સુરત શહેરમાં મહાનગર પાલિકાના અધિકારી, કર્મચારીઓ પાલિકાની માલિકીના સ્વિમિંગ પૂલની કચેરીમાં જ દારૂની મહેફિલ માણે છે. દારૂની મહેફિલ માણતા અધિકારીઓ વીડિયોમાં રંગેહાથ ઝડપાઈ ગયા હતાં. જેના આધારે પોલીસે તમામની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મેચની સાથે મહેફિલ
તરણકુંડમાં ગુરુવારે સાંજે ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની મેચ જોતા જોતાં સુરત પાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ માણી રહ્યાં હતાં. ત્યારે સિંગણપોરની જનતા તેમજ સુરત મનપાના વોર્ડ નં. 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે મીડિયા કર્મચારી સાથે મળીને દરોડા પાડ્યા હતા. આ દરમિયાન વીડિયો રેકોર્ડિંગ ઓન રાખતા દારૂની બોટલો, નોનવેજ અને ભાગતા અધિકારીઓ કેમેરામાં રેકોર્ડ થઈ ગયા હતા.
આ રહ્યા અધિકારીઓના નામ
દારૂની પાર્ટી કરનારા અધિકારીઓમાં પંકજ ગાંધી (સિનિયર ઇન્સ્પેક્ટર), તેજસ ખલાસી (સેવિંગ ઇન્સ્પેક્ટર ), પીનેશ સારંગ (ઇન્સ્પેક્ટર), અજય સેલર( ઇન્સ્પેક્ટર), સંજય રેતી વાલા (કોન્ટ્રાક્ટર) સ્વિમિંગ કરવા આવેલો એક સભ્ય સાથે વોચમેન હતો. આ તમામ ક્લાસ 3 ઓફિસરો અને કતારગામ સભ્ય સ્વિમિંગ પૂલના લોકો દ્વારા પાર્ટી કરતા રંગે હાથે ઝડપાયા હતા.બાદ કોર્પોરેટરે 100 નંબર ડાયલ કરીને આ ઓફિસરોને પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. જે રૂમ માં પાર્ટી થતી હતી તે રૂમનો દરવાજો પોલીસ આવ્યા બાદ ખોલવામાં આવ્યો હતો. તેમ છતાં રૂમમાં પડેલી દારૂની બોટલ અને ગ્લાસ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા.








