મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પાલિકાના અધિકારીએ નશામાં સર્જ્યો અકસ્માત!, રોડ સાઈડ ઉભેલી કારને અથડાવી કુદાવી દીધું ડિવાઈડર

સુરતના અડાજણ વિસ્તારમાં પાલિકાના અધિકારીએ અકસ્માત સર્જયો હતો. વિચિત્ર અકસ્માત પાલિકાના અઠવા ઝોનમાં ફરજ બજાવત

સુરતમાં પાલિકાના અધિકારીએ નશામાં સર્જ્યો અકસ્માત!, રોડ સાઈડ ઉભેલી કારને અથડાવી કુદાવી દીધું ડિવાઈડર

સુરતના અડાજણ વિસ્તારમાં પાલિકાના અધિકારીએ અકસ્માત સર્જયો હતો. વિચિત્ર અકસ્માત પાલિકાના અઠવા ઝોનમાં ફરજ બજાવતા નિલાંગ ગાયવાલાએ પોતાની ખાનગી કારથી સર્જ્યો હતો. અધિકારી પાલિકાના અઠવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે.અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં સર્જ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃમહેસાણા: વિસનગર-વિજાપુર રોડ પર ભયાનક માર્ગ અકસ્માત, દુર્ઘટનામાં એકનું મોત એક ઘાયલ

લોકોએ પકડી પાડ્યો

અડાજણ વિસ્તારમાંથી પસાર થતા સમયે આ અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં હતા અને અકસ્માત સર્જી દીધો હતો.અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઈડ પર ઊભેલી કારને પાછળથી ઠોકીને કાર ડીવાઈડર તોડી રોંગ સાઈડ પર આવી ગઈ હતી.  સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી હતી. ઘટનાને લઇ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું એકત્ર થઈને SMC અધિકારીને પકડી પાડ્યો હતો.

અધિકારીને ભગાવી જવાયો

પાલિકાના આ અધિકારીએ અકસ્માત કર્યો હોવાની જાણ થતાં અધિકારીના પરિવારજનો આવી તેને લોકોના ટોળા વચ્ચે ભગાવી ગયા હતા. કારમાંથી પરિવારજનોએ SMC લખેલું બોર્ડ પણ દૂર નાખ્યું હતું. બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે પોલીસ આવે તે પહેલાં પરિવારજનો અકસ્માત સર્જનાર SMC અધિકારીને ભગાવી ગયા હતા. ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. હાલ તો અડાજણ પોલીસે આરોપી એવા પાલિકાના અધિકારી નિલાંગ ગાયવાલાને ઝડપી પડ્યો છે.

આ સમાચાર શેર કરો