મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh મનપાના અધિકારી એસીબીની જાળમાં: આવક કરતા 1.74 કરોડ વધુની સંપત્તિ મળતા ગુનો દાખલ

જૂનાગઢ મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગના અધિકારી સામે એસીબીએ આવક કરતા વધુ સં

Junagadh મનપાના અધિકારી એસીબીની જાળમાં: આવક કરતા 1.74 કરોડ વધુની સંપત્તિ મળતા ગુનો દાખલ

જૂનાગઢ મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગના અધિકારી સામે એસીબીએ આવક કરતા વધુ સંપત્તિ (Disproportionate Assets) હોવાનો ગુનો દાખલ કર્યો છે. મેલેરિયા શાખામાં બાયોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા હરસુખ રાદડિયા સામે આ કાર્યવાહી કરવામાં આવતા સરકારી આલમમાં ફફડાટ મચી ગયો છે.

ગુનાની નોંધણી

હરસુખ રાદડિયા સામે વર્ષ 2009 થી 2021 દરમિયાનની આવકને ધ્યાને રાખીને એસીબીમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તપાસ દરમિયાન અધિકારી પાસે તેમની કાયદેસરની આવક કરતા રૂ. 1.74 કરોડથી વધુની સંપત્તિ હોવાનું બહાર આવ્યું છે. હરસુખ રાદડિયાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે નાણાં મેળવ્યા હતા, જે તેમની કુલ આવક કરતા 62% વધુ મિલકત હોવાનું તપાસમાં ખુલ્યું છે.

એસીબીની ઊંડી તપાસ

જૂનાગઢ એસીબીના પીઆઈ જે.બી. કરમુર આ મામલે ફરિયાદી બન્યા છે. એસીબી દ્વારા અધિકારીના પગાર ભથ્થા, બેંક સ્ટેટમેન્ટ અને સબ રજિસ્ટ્રાર કચેરી પાસેથી મેળવેલી સ્થાવર મિલકતોની વિગતોના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ અંગેની પ્રાથમિક ફરિયાદ વર્ષ 2020માં એસીબીમાં થઈ હતી, જેની લાંબી તપાસ બાદ હવે કાયદેસરનો ગુનો નોંધાયો છે.

આ સમાચાર શેર કરો