Junagadhમાં ડિમોલિશન, સરદાર બાગ વિસ્તારમાં 16 ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફર્યું
જૂનાગઢના સરદાર બાગ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધેલા 16 કાચા-પાકા મકાનો પર તંત્રએ બુલડોઝ

જૂનાગઢના સરદાર બાગ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધેલા 16 કાચા-પાકા મકાનો પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે.આ કાર્યવાહીથી સવા કરોડથી વધુ કિંમતની 600 ચોરસ મીટરથી વધુ જગ્યા ખુલ્લી થશે.છ માસ પહેલા નોટિસ આપીને દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.સિટી સર્વે, મામલતદાર, મહાનગરપાલિકા, પોલીસ અને પીજીવીસીએલના સંયુક્ત ઓપરેશનમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢમાં ફરી દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ થતાં સરકારી જમીન પર દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.




