મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં બિનહરીફ સાંસદ બનેલા મુકેશ દલાલને ખુરશી મળી પણ આ ચીજ માટે મારી રહ્યા છે વલખાં!

પ્રચારની કડાકૂટ વગર બિનહરિફ સાંસદ બનેલા મુકેશ દલાલને ખુરશી તો મળી પણ ઓફિસની જગ્યા મ

સુરતમાં બિનહરીફ સાંસદ બનેલા મુકેશ દલાલને ખુરશી મળી પણ આ ચીજ માટે મારી રહ્યા છે વલખાં!

પ્રચારની કડાકૂટ વગર બિનહરિફ સાંસદ બનેલા મુકેશ દલાલને ખુરશી તો મળી પણ ઓફિસની જગ્યા માટે ખેંચતાણ ચાલી રહી છે. સુરતના સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે અઠવાલાઈન્સ ખાતે આવેલા સ્ટાફ ક્વાર્ટસની ઓફિસ માટે ખેંચતાણ ચાલી રહી હોવાનું સામે આવ્યુ છે. જેથી કલેક્ટરની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. 

મુકેશ દલાલે કરી બે વખત રજૂઆત

ઓફિસ મેળવવા બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને બે વખત લેખિત અને એક વખત મૌખિક રજૂઆત કરી માગણી કરી છે. આ પછી કલેક્ટર દ્વારા પૂર્વ સાંસદ જર્શના જરદોશને ઓફિસ પરત કરવા વારંવાર પત્ર લખ્યા છે, પરંતુ તેઓ ખાલી ન કરતા હોવાથી વિવાદ વકર્યો છે. બંને વચ્ચે સરકારી ઓફિસ માટેની ખેંચતાણમાં કલેક્ટરની સૂડી વચ્ચે સોપારી થઈ હોવાનો ઘાટ સર્જાયો છે.

પૂર્વ સાંસદ ઓફિસ ખાલી કરતા નથી

કલેક્ટરાલયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઓફિસ ખાલી કરી આપવા પૂર્વ સાંસદના પીએને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, આપશ્રીને જગ્યા ખાલી કરવા વિનંતી કરી પરંતુ હજુ કચેરીને સુપરત કરાતી નથી. ત્યારે સાંસદ મુકેશ દલાલ દ્વારા વારંવાર જગ્યાની માંગણી માટે પત્ર લખાતો હોય આ જગ્યા હાલ સાંસદને ફાળવવાની હોય જગ્યા તાત્કાલીક ખાલી કરી આપવા વિનંતી છે.

આ સમાચાર શેર કરો