MAHISAGAR / સંતરામપુરના ગામડી ગામે કાચું મકાન ધરાશાયી થતા સગીરાનું મોત
Mahisagar News : ભારે વરસાદના કારણે મહીસાગર જિલ્લામાં કાચા મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ અટકી ર

Mahisagar News : ભારે વરસાદના કારણે મહીસાગર જિલ્લામાં કાચા મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ અટકી રહી નથી. જિલ્લાના સંતરામપુર તાલુકાના ગામડી ગામે કાચું મકાન ધરાશાયી થતા 16 વર્ષની સગીરાનું મોત થયું છે. મકાન ધરાશાયી થવાની જાણ થતા સંતરામપુર પ્રાંત અધિકારી, મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આશાસ્પદ દીકરીનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યા જેવું થયું છે.
મહીસાગર જિલ્લામાં 160થી વધુ કાચા મકાનો ધરાશાયી
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પડેલા ભારે વરસાદ બાદ મહીસાગર જિલ્લામાં 160થી વધુ કાચા મકાનો ધરાશાયી થયા હતા. ભારે વરસાદને લઈને કાચા મકાનો પડવાની ઘટનામાં વધારો થતા કેટલાય ગરીબ પરિવારો ઘરવિહોણા થયા હતા.






