શિસ્તબધ્ધ ભાજપમાં વિરોધનો વંટોળ, ઝઘડિયાના પ્રમુખની વરણીથી ભરુચ સાંસદ નારાજ કહ્યું મારા વિરુધ્ધ હતા ચૂંટણીમાં
સમગ્ર રાજ્યમાં ભાજપ દ્વારા સંગઠનના નવા પ્રમુખ સહિત હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. ત્યા

સમગ્ર રાજ્યમાં ભાજપ દ્વારા સંગઠનના નવા પ્રમુખ સહિત હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે આ વખતે યુવા ટીમને સ્થાન આપવામાં આવતાં ઘણા નેતાઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આવો જ વિરોધની જાળ ભરુચ જિલ્લામાં પણ જોવા મળી છે. ભરુચના સાંસદે ઝઘડિયાના ભાજપના પ્રમુખની વરણી સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે.
પોસ્ટથી વિરોધ
ભરૂચ જિલ્લામાં ભાજપના મોવડી મંડળના નિર્ણયથી સાંસદ મનસુખભાઈ વસાવા નારાજ થયા છે. ઝઘડિયા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે સંદીપ પટેલની વરણી સામે વિરોધ નોંધાવ્યો છે. મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી વિરોધ નોંધાવ્યો છે. તેમણે પોતાની સામે કામ કર્યાના આક્ષેપ સંદીપ પટેલ પર લગાવ્યા છે.
ચૂંટણીમાં કામ કર્યાના આક્ષેપ
મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં મારી વિરુદ્ધ કામ કર્યું હતું. વર્ષોથી સંગઠનમાં મહેનત કરી રહેલા કાર્યકરોની અવગણના કરવામાં આવી છે. જેથી તેમણે આ વિરોધ કર્યો હોવાની પોસ્ટ લખી છે. મહત્વપૂર્ણ છે કે, ભાજપ દ્વારા 8 તાલુકા, 4 શહેર અને નોટિફાઈડ એરિયાના પ્રમુખોની ગતરોજ વરણી કરાય હતી.








