મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નીતી અને માનવતાને સાથે બિઝનેસમાં આગળ વધવા અંગે ડો. ફારૂકે IIMના વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા અનુભવ 

ગુજરાત સ્થિત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના અગ્રીમ જૂથ કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડૉ. ફારુક જ

નીતી અને માનવતાને સાથે બિઝનેસમાં આગળ વધવા અંગે ડો. ફારૂકે IIMના વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા અનુભવ 

ગુજરાત સ્થિત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના અગ્રીમ જૂથ કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડૉ. ફારુક જી. પટેલે આઈઆઈએમ અમદાવાદ ખાતે મૂલ્યો, નીતી શાસ્ત્ર અને માનવતાનું વ્યવાસાયિક જીવનમાં કેટલું મહત્વ છે તેના પર લેક્ચર આપ્યું હતું. અહીં ભાગવત ગીતા પર પ્રોફેસર સુનિલ મહેશ્વરી (ડીન, એલ્યુમનિ એન્ડ એક્સર્ટનલ અફેયર્સ)ના ચાલી રહેલા 40 સ્ટુડન્ટના વિશેષ સત્રમાં ડૉ. ફારુક પટેલને આમંત્રિત કરાયા હતા. જેમાં એક કલાક તેઓએ પોતાનું સંબોધન આપ્યું હતું. સાથોસાથ વિદ્યાર્થોઓના સવાલના જવાબ પણ આપ્યા હતા.

મહાપુરુષો મૂલ્યો મૂકી ગયા છે

ડૉ. ફારુકે પોતે એક બસ કંડ્કટરના પુત્ર હોવા છતા અને બિઝનેસ લાઈફમાં ત્રણવાર ઝીરો થઈ ગયા બાદ પણ કેવી રીતે વેલ્યુ, એથિક્સ પકડી રાખી તેમજ માનવતાવાદી નીતી અખત્યાર કરીને સફળતાની કેડી કંડારી તે અંગે વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા. ડૉ. ફારુકે કહ્યું હતુ કે, તમે જીવનમાં માનવતાને પ્રાધાન્ય આપો, લોકો માટે કંઈક કરી છુટવાની ભાવના મનમાં રાખો તો તમે જોશો કે ઈશ્વરીશક્તિની તમને આપોઆપ મદદ મળતી થશે. જીવનમાં કંઈક એવું કરી જાવ કે જે આવનારી પેઢી માટે ઉપયોગી નીવડે, માનવતા માટે ઉપયોગી નીવડે.  આ વિશેષ લેકચરમાં તેઓએ ઉદાહરણ ટાંકતા કહ્યું કે, આજના યુગમાં પણ આપણે મોહંમદ પયંગબર સાહેબ , ભગવાન કૃષ્ણ, ઈસા મસીહ, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ,સુભાષચંદ્ર બોઝ ઈત્યાદીને કેમ યાદ કરીએ છીએ,? કેમ તેમના પગલે ચાલીએ છે? કેમ તેમના આચરણોને અનુસરિએ છે?  તે તમે વિચાર્યું છે.? કેમ કે તેઓ એવા મૂલ્યો, વેલ્યુસ આપણી સમક્ષ મુકી ગયા છે. 

મુલ્યો સાથે સફળ થઈ શકાય

જો તમારે મોતને માત આપવી હોય અને વર્ષો સુધી લોકોના દિલોમાં જગ્યા બનાવવી હોય તો માનવતાને પ્રાધાન્ય આપીને આગળ વધો. મોતને માત આપવાનો મતલબ છે કે, લાખો, કરોડો વર્ષો સુધી લોકો તમને યાદ કરે તેવા સારા કાર્યો કરવા. અસરફુલ મખરુકાત યાની  ઈશ્વરનું બેસ્ટ ક્રિએશન ઇન્સાનને તમે ફાયદો પહોંચાડવા માટે કોઈ પણ કાર્યો કરશો તો વિશ્વાસ રાખજો તમે કયામત સુધી યાદ રહેશો. 
બિઝનેસમાં પણ સાહસિકતા સાથે મૂલ્યો, ઈમાનદારી અને મહેનત એટલાં જ જરૂરી છે. દરેક ધર્મના શાસ્ત્રોમાં આ વાત કોમન જ છે કે સાચું બોલવું, ઈમાનદારી દેખાડવી, અન્યાય ન કરવો, માનવતાવાદી વલણ અપનાવવું. આ બાબતો અગર જીવનમાં અપનાવશો તો તમે જરૂર સફળ થશો. ડો. ફારુકે કહ્યું હતુ કે ભાગવત ગીતાનો ૧૬મો અધ્યાય આ વાતની સાબિતી આપે છે.

આ સમાચાર શેર કરો