મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : રાજકોટમાં પોલીસે સગીરની હત્યાને હાર્ટએટેક ગણાવ્યો, માતાએ ફરિયાદ કરતા પોલીસે કહ્યું, ‘બીજો દીકરો જણી લ્યો!”

Mother seeks justice in case of murder of 17-year-old son | મૃતક સગીરની માતા કમળાબેને વેદના ઠાલવતાં કહ્યું, “મારા પુત્રના હત્યારા ફરે છે, પોલીસ અમને હે

VIDEO : રાજકોટમાં પોલીસે સગીરની હત્યાને હાર્ટએટેક ગણાવ્યો, માતાએ ફરિયાદ કરતા પોલીસે કહ્યું, ‘બીજો દીકરો જણી લ્યો!”

મૃતક સગીરની માતા કમળાબેને વેદના ઠાલવતાં કહ્યું, “મારા પુત્રના હત્યારા ફરે છે, પોલીસ અમને હેરાન કરે છે,  ન્યાય નહીં મળે તો અમે બધા આપઘાત કરીશું”

RAJKOT NEWS : રાજકોટમાં સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ગોકુલનગર-5માં રહેતા કમલેશભાઇ માવજીભાઇ ગોરીનો 17 વર્ષનો પુત્ર હર્ષિલ નવાગામમાં આવેલા નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં નોકરી કરતો હતો.

1 મે, 2024ના રોજ ગોડાઉનમાં એક યુવકે  હર્ષિલના માથા પર  બોથડ પદાર્થનો  ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી,  પરંતુ કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે આ બનાવને ઘટના બની તેની ત્રીજી કલાકથી જ પૂર્વયોજિત કાવતરું રચી  હાર્ટએટેકમાં ખપાવી દીધી હતી. 

મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડોક્ટર્સે  સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે હર્ષિલનું મૃત્યુ બ્રેઇન હેમરેજના કારણે કાર્ડિયાક ફેઇલ્યોરથી થયું છે.  આમ છતાં પોલીસ સમગ્ર ઘટનાને દબાવી રહી હતી. 

આખરે હર્ષિલના પરિવારે તમામ સીસીટીવી જોતાં ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો, જેમાં એક યુવકે હર્ષિલના  માથા પર  બોથડ પદાર્થનો  ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. 

આ સીસીટીવી બાદ હર્ષિલનો પરિવાર પોલીસ પાસે હત્યાની ફરિયાદ નોંધવા માટે ગયો તો છેલ્લા 10 દિવસથી પોલીસ તેમને જવાબ આપી રહી નથી. આટલું ઓછું હોય એમ ASI અજય નિમાવતે હર્ષિલની માતા કમળાબેનને એવો જવાબ આપ્યો કે 2-3 છોકરા વધારે જણી લો.  

હર્ષિલની માતા કમળાબેને મીડિયા સમક્ષ કહ્યું કે  હર્ષિલની સાથે કામ કરતાં સુશિલ ઉર્ફે સૂતલો આહીરે તેને માથામાં ઘા માર્યો હતો અને તેની સાથે બે કર્મચારી જેઠાભાઇ ઉર્ફે જયેશ શામજી ગોરી અને શિવજી શામજી ગોરીએ જ મળીને  હત્યા કરી નાખી છે. હવે જોવું રહ્યું કે પોલીસ ક્યારે આ પરિવારને ન્યાય અપાવશે. 

જુઓ મૃતક સગીરની માતા કમળાબેને વેદના ઠાલવતાં મીડિયા સમક્ષ શું કહ્યું : 

આ સમાચાર શેર કરો