મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કાયદામાં મળતા લાભનો દુરુપયોગ કરતાં મહિલા ફસાઈ, સુરતમાં બે બાળકોની માતાએ 5 વર્ષ સંબંધ રાખી દુષ્કર્મનો આરોપ મૂક્યો ને..

કાયદાની દેવીની આંખેથી હવે પટ્ટી હટી ગઈ છે. સાથે જ હાથ તલવારની જગ્યાએ બંધારણ આવી ગઈ છે.

કાયદામાં મળતા લાભનો દુરુપયોગ કરતાં મહિલા ફસાઈ, સુરતમાં બે બાળકોની માતાએ 5 વર્ષ સંબંધ રાખી દુષ્કર્મનો આરોપ મૂક્યો ને..

કાયદાની દેવીની આંખેથી હવે પટ્ટી હટી ગઈ છે. સાથે જ હાથ તલવારની જગ્યાએ બંધારણ આવી ગઈ છે. ત્યારે કાયદામાં મહિલાઓને અપાયેલા લાભનો ઘણીવાર દુરુપયોગ કરનારા પણ ઘણા હોય છે. ત્યારે પાંડેસરામાં બે સંતાનોની આધેડ માતાએ યુવક પર દુષ્કર્મના આરોપ મુક્યા હતાં. જ્યારે યુવકે 5 વર્ષના સમયગાળામાં જ ફરિયાદીની અન્ય સાથે મિત્રતા હતી.આ અંગેનો સમાધાન પત્ર પણ કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં ફરિયાદી અને અન્ય મિત્ર પરસ્પર સમજૂતીથી મિત્રતાનો અંત લાવ્યા હતા. આ સંબંધથી પીડિતાએ ગર્ભપાત પણ કરાવ્યો હતો.

ગેરલાભ ઉઠાવવા પ્રયાસ

બચાવ પક્ષના એડવોકેટે દલીલ કરી હતી કે, મૂળ ફરિયાદી ઓઘેડ વયની મહિલા હોય તથા સ્ત્રીઓને કાયદામાં જે લાભ મળે છે. તેનાથી વાકેફ હતી. તેનો ગેરલાભ ઉઠાવેલો હોય અને નાણાં પડાવવા ખોટી અરજીઓ તથા ફરિયાદો કરી હતી. નાણાં પડાવેલા છે. મૂળ ફરિયાદીએ અગાઉ 3 જણને ફસાવ્યા હતા. જેમની પાસેથી રૂપિયા પડાવ્યા હતા.

રૂપિયા પણ લીધા

મિત્ર પાસે રૂપિયા 4.50 લાખ પણ લીધા હતા. કોર્ટે જામીન અરજી પરના ચુકાદામાં નોંધ્યું હતું કે, એફઆઇઆરમાં કોઈ બળજબરીનો આક્ષેપ નથી. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં પ્રેમસંબંધ હોવાની હકીકત જણાવી છે.આરોપી તરફે જે દસ્તાવેજ આધારે લિસ્ટ રજૂ થયું છે. તેમાં પણ આ કામના ફરિયાદીએ અન્ય પક્ષકાર સાથે સમાધાન કરેલ છે. સમાધાન કરી રૂપિયા 4.24 લાખ મેળવેલ છે.

આ સમાચાર શેર કરો