રાજકોટ : જામકંડોરણાના સનાળા ગામે બે સંતાનોને ઝેરી દવા પીવડાવી માતાએ પણ કર્યો આપઘાત
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સનાળા ગામે સંતાનોને ઝેરી દવા પીવડાવી માત

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સનાળા ગામે સંતાનોને ઝેરી દવા પીવડાવી માતાએ પણ આપઘાત કરી લીધો છે. આ ઘટનામાં માતા અને તેના બે સંતાનો એમ 3 લોકોના મોત થયા છે.
મૃતકોની માહિતી
- સીનાબેન ઈશ્વરભાઈ -36 વર્ષ
- કાજલબેન ઈશ્વરભાઈ - 6 વર્ષ
- આયુષ ઈશ્વરભાઈ - 5 વર્ષ
મૂળ દાહોદ તાલુકાના ધાનપુર મૂળકાટુ ગામના રહેવાસી પતિ-પત્ની જામકંડોરણા તાલુકાના સનાળા ગામે વાડી વિસ્તારમાં રહીને મજુરીકામ કરતા હતા. આ પરિવારમાં પતિ-પત્નીને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગત ઘર કંકાસના કારણે માતાએ પોતાના બંને સંતાનોને પહેલા ઝેરી દવા પીવડાવી બાદમાં પોતે ઝેરી દવા પી લેતા ત્રણેયના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે.
પતિ કામ પરથી સાંજે ઘરે પરત આવતા દરવાજો ન ખુલતા આજુબાજુમાં રહેતા અન્ય મજૂરને બોલાવી દરવાજો તોડીને જોયું તો ત્રણેય એક સાથે મૃત્યુ પામેલ હતા. ત્રણેયના મૃતદેહબે જામકંડોરણા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યા હતા. જામકંડોરણા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.








