મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ક્ષત્રિય આંદોલન: 40થી વધુ રાજવીઓએ આપ્યું પીએમ મોદીને સમર્થન, માંધાતાસિંહ જાડેજાની જાહેરાત

રાજકોટના રાજવી પેલેસમાં સૌરાષ્ટ્રના અલગ અલગ પંથકના રાજવીઓ એકઠા થયાં હતા. જેમાં રાષ્ટ્રવાદ મુદ્દે ચિંતન બેઠ

ક્ષત્રિય આંદોલન: 40થી વધુ રાજવીઓએ આપ્યું પીએમ મોદીને સમર્થન, માંધાતાસિંહ જાડેજાની જાહેરાત

રાજકોટના રાજવી પેલેસમાં સૌરાષ્ટ્રના અલગ અલગ પંથકના રાજવીઓ એકઠા થયાં હતા. જેમાં રાષ્ટ્રવાદ મુદ્દે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પત્રકાર પરિષદ પણ કરવામાં આવી હતી. રાજવી માંધાતાસિંહ જાડેજા, જસદણના રાજવી સત્યરાજીતકુમાર ખાચર, પાળિયાદના ભયલુ બાપુ, ચોટિલા સ્ટેટ મહાવીરભાઈ ખાચર, ગોંડલ સ્ટેટ હિમાંશુજી સહિતના રાજવીઓ હાજર રહ્યા હતા. રણજીત વિલાસ ખાતે ચર્ચા કરવામાં આવી હતી. ભાજપમાં સમર્થનમાં વાત કરી હતી. 

ભાવનગર સ્ટેટ, ગોંડલ સ્ટેટ, કચ્છ સ્ટેટ, દાતા સ્ટેટ સહિતના સ્ટેટના સમર્થન પત્ર મળ્યા

પત્રકાર પરિષદમાં માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું કે રણજીત વિલાસ ખાતે ગહન વિચાર વિમર્શ થયો છે.  જેમાં 45 જેટલા રાજવીઓએ ભાગ લીધો હતો. ભાવનગર સ્ટેટ, ગોંડલ સ્ટેટ, કચ્છ સ્ટેટ, દાતા સ્ટેટ સહિતના સ્ટેટના સમર્થન પત્ર મળ્યા છે. ભારતમાં સ્થિર અને મજબૂત સરકારની આવશ્યકતા છે, વર્તમાન 2024ની લોકસભાની ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી, ઘાસમાં આગ લાગી હોય ત્યારે તેના પર પાણીનો છંટકાવ કરી બુઝાવવા કરતા ઘાસના અન્ય પોરા બચાવી લેવા જોઈએ. 

મહારાણી પ્રિતિદેવી (કચ્છ સ્ટેટ)

મહારાણા કેશરીસિંહ (વાંકાનેર સ્ટેટ)

મહારાજા વિજયરાજસિંહ  (ભાવનગર સ્ટેટ)

મહારાજા હિમાંશુસિંહ (ગોંડલ સ્ટેટ)

મહારાજા તુષારસિંહ (દેવગઢ બારીયા સ્ટેટ)

મહારાજા રિધ્ધીરાજસિંહ (દાંતા સ્ટેટ)

મહારાજા જયપ્રતાપસિંહ (છોટા ઉદેપુર સ્ટેટ)

મહારાજા કુમાર કેતન- (પાલિતાણા સ્ટેટ)

પ્રચંડ જનસમર્થન બતાવીને પૂર્ણ બહુમતીથી પીએમ મોદીને જીતાડીએ

રાજાશાહી યુગના તપસ્વી, ત્યાગી અને પરાક્રમી જેમ નરેન્દ્ર મોદી ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે, ત્યારે આપણે પ્રચંડ જનસમર્થન બતાવીને પૂર્ણ બહુમતીથી  પીએમ મોદીને સમર્થન આપીએ. અયોધ્યાનું રામ મંદિર, બેટ દ્વારકાનો પણ  વિકાસ કરવામાં આવ્યો છે. તે ન ભૂલવું જોઈએ.

અંબાજી મંદિર અને સોમનાથનો વિકાસ પણ તેમને કર્યો છે, રાજવીઓ જેમ કાર્ય કરતા હતા તેમની માફક પીએમ પણ કાર્ય કરી રહ્યા છે. મહારાણી સાહેબ પ્રિતિદેવી, મહારાજા સાહેબ કેસરીદેવ સિંહ ઝાલા, મહારાજા સાહેબ હિમાંશુજી ( ગોંડલ સ્ટેટ ), દાતા સ્ટેટ દ્વારા સમર્થન પત્ર આપવામાં આવ્યા છે.

કમળનું ફૂલ શુધ્ધતા અને આધ્યાત્મિકતાનું આંગણું 

કમળનું ફૂલ શુધ્ધતા અને આધ્યાત્મિકતાનું આંગણું છે. કમળના ફૂલ ઉપરનું બટન દબાવવાનું છે, જે બટન દબાવતા તમારો મત રાજવીઓની દ્રષ્ટીએ, સમસ્ત સમાજોની દ્રષ્ટિએ કોઈ વ્યક્તિગત ઉમેદવારને નહિ પરંતુ પીએમ ને જવાનો છે. ક્ષત્રિયો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સંકલન સમિતિ અને સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે.ટુંક સમયમાં સુખદ નિરાકરણ આવશે.

આ સમાચાર શેર કરો