મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહીસાગર જિલ્લામાં સાંબેલાધાર વરસાદથી 160થી વધુ કાચા મકાનો ધરાશાયી, બે તળાવો તૂટ્યાં

મહીસાગર જિલ્લામાં પડેલા સાંબેલાધાર વરસાદને પગલે અનેક કાચા મકાનો ધરાશાયી થયા હતા. લુણાવાડા નગરના રામજી મંદિ

મહીસાગર જિલ્લામાં સાંબેલાધાર વરસાદથી 160થી વધુ કાચા મકાનો  ધરાશાયી, બે તળાવો તૂટ્યાં

મહીસાગર જિલ્લામાં પડેલા સાંબેલાધાર વરસાદને પગલે અનેક કાચા મકાનો ધરાશાયી થયા હતા. લુણાવાડા નગરના રામજી મંદિર તેમજ બારોટના મુવાડા ગામે મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં 160 થી વધુ કાચા મકાનો ધરાશાયી થયા છે. 

બારોટના મુવાડા ગામે મકાન ધરાશાયી થતા ઘરમાં રહેલો ઘરવખરીનો સામાન દટાતા નુક્શાની થઇ હતી, તો લુણાવાડા રામજી મંદિર પાસે કાચા મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હોતી. પરંતુ ભારે વરસાદને લઈને કાચા મકાનો પડવાની ઘટનામાં વધારો થતા કેટલાય ગરીબ પરિવારો ઘરવિહોણા થયા હતા.

કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો

મહીસાગરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો. આઠ જિલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમમાં 95 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. આ સ્થિતિના કારણે મહિસાગર નદીમાં 1 લાખ 3 હજાર ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. કડાણા ડેમની વર્તમાન સપાટી 417 ફૂટ છે. આના કારણે મહીસાગર નદીકાંઠાના 45 ગામડાઓને સાવચેત કરવામાં આવ્યા છે.

ખાનપુર તાલુકામાં બાકોર તળાવ ફાટ્યું

મહિસાગરના ખાનપુર તાલુકામાં ભારે વરસાદને લઈને બાકોર તળાવ ઓવરફ્લો થયું હતું. ગામના પ્રવેશ દ્વારમાં જ પાણી ભરાઈ જવાને કારણે લોકોને ગામમાં પ્રવેશવામાં તકલીફ પડી રહી છે. તો બીજી બાજુ લુણાવાડા પાસે આવેલું દલુખડિયા ગામનું તળાવ ઓવરફ્લો થતાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા. રાત્રિ દરમિયાન તળાવ ફાટતા લોકોના ઘરો તેમજ ખેતરો સુધી પાણી પહોંચ્યા હતા..જેના કારણે લોકોને ભારે પરેશાની થઈ રહી છે.

લુણાવાડામાં સોનેલા તળાવની પાળ તૂટી 

મહીસાગરના લુણાવાડા ગામના નાના સોનેલામાં સપ્તાહ દરમિયાન તળાવની પાળ તૂટવાની બીજી ઘટના બની છે. ગામમાં 22 એકરમાં તળાવ આવેલું છે. સોનેલા તળાવની પાળ તૂટતા પાણી કેનાલમાં ઘુસ્યો હતો. તળાવનું પાણી કેનાલમાં ઘુસી જતાં  કેનાલ તુટવાની સંભાવના છે. સોનેલા સરપંચની આગેવાની હેઠળ માટી કામ કરી તાત્કાલિક ધોરણે ગાબડું પૂરવાની કામગીરી હાથ ધરાઈ છે. 

આ સમાચાર શેર કરો