VIDEO: ગુજરાતના આ ગામમાં માતાના મઢમાં ભણવા મજબૂર બન્યા 100થી વધુ વિદ્યાર્થીઓ, જાણો શું છે કારણ
રાજકોટના જસદણ તાલુકાના કુંદણી ગામમાં શિક્ષણતંત્રની, સરકારની પોલ ખૂલી છે. મળતા અહેવાલ પ્રમાણે
રાજકોટના જસદણ તાલુકાના કુંદણી ગામમાં શિક્ષણતંત્રની, સરકારની પોલ ખૂલી છે. મળતા અહેવાલ પ્રમાણે જસદણ તાલુકાના કુંદણી ગામમાં એક પણ સ્કૂલ જ નથી, જે સ્કૂલ છે તેના ઘણા ઓરડાઓ જર્જરીત સ્થિતિમાં છે. સરપંચ દ્વારા શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી નિવેડો નથી આવ્યો. જસદણ તાલુકાના કુંડળી ગામની પ્રાથમિક શાળામાં અમુક ઓરડા ડેમેજ હોય જેને લઇને 120 જેટલા વિદ્યાર્થીઓને માતાજીના મઢમાં ભણાવવામાં આવે છે.
માતાજીના મઢમાં ભણે છે વિદ્યાર્થીઓ
ઘણા સમયથી વિદ્યાર્થીઓને વાવડીયા પરિવારના માતાજીના મઢમાં ભણાવવામાં આવે છે ત્યારે ગામ લોકો દ્વારા સરપંચને રજૂઆત કરવામાં આવતી હોય છે કે નવી નિશાળ બનાવો, આ ડેમેજ નિશાળમાં છોકરાને કઈ રીતના ભણાવવા વાલીઓને ડર લાગતો હોય છે.
આ પણ વાંચો: VIDEO: રાધનપુરમાં રિટાયર્ડ જેલરના ઘરમાં ફાયરિંગ અને તોડફોડ કરી 6 શખ્સો રફુચક્કર, લોકોમાં ભયનો માહોલ
સરપંચે જણાવ્યું હતું કે અનેકવાર રજૂઆત કરી
સરપંચે જણાવ્યું હતું કે અનેકવાર રજૂઆત કરી છે, પણ હજી સુધી કંઈ થયું નથી.તો બીજી તરફ ગામ લોકોની એક જ માંગ કે જલ્દી સરકાર દ્વારા નવું નિશાળનું બિલ્ડીંગ બનાવવામાં આવે જેથી કરીને અમારા બાળકો સ્વચ્છતા અને સારી સ્કૂલમાં ભયમુક્ત રીતે અભ્યાસ કરી શકે છે.






