વાહ રે સરકાર! સ્કૂલમાં બાળકો ભણવા ગયા છે કે માથા ફોડાવવા, છતના પોપડા પડતા 10થી વધુ વિદ્યાર્થી ઇજાગ્રસ્ત
ગીર સોમનાથના ઉનાના વાશોજ ગામની પ્રાથમિક શાળાની લોબીમાં પ્રાર્થના કરવા બેસેલા બાળકોના માથ

ગીર સોમનાથના ઉનાના વાશોજ ગામની પ્રાથમિક શાળાની લોબીમાં પ્રાર્થના કરવા બેસેલા બાળકોના માથા પર છતના પોપડા પડતા 10થી વધુ બાળકો ઇજાગ્રસ્ત થયા છે. ધોરણ 4 અને 5ના વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ થઇ હતી. ખખડધજ શાળામાં ભણવુ બાળકો માટે જોખમ ભરેલુ સાબિત થઇ રહ્યું છે.
બાળકોના ભણવામાં પણ જોખમ
ઉનાના વાશોજ ગામની પ્રાથમિક શાળા ખખડધજ બનતા વિદ્યાર્થીઓ ઉપર મોટું જોખમ ઉભુ થયું છે. ધોરણ ચાર અને પાંચના બાળકો જ્યારે પ્રાર્થના સભામાં હાજર હતા આ દરમિયાન છતના પોપડા વિદ્યાર્થીઓના માથા પર પડતા 10થી વધુ વિદ્યાર્થીઓને ઇજા થઇ હતી.
વિદ્યાર્થીઓને 108 મારફતે ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હવે જલદી આ શાળાને રિપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.






