Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Mother, son die in lightning strike in Halwad taluka, while irrigating groundnut field

હળવદ તાલુકામાં વીજળી પડતાં માતા-પુત્રના મોત, મગફળીના ખેતરમાં પિયત કરતી વખતે બની ઘટના

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2026
લાઇવ ટીવીGoogle News
હળવદ તાલુકામાં વીજળી પડતાં માતા-પુત્રના મોત, મગફળીના ખેતરમાં પિયત કરતી વખતે બની ઘટના
સોર્સ : Google

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક ગામની સીમમાં સાંજના સમયે કડાકા-ભડાકા સાથે પડેલા વરસાદી ઝાપટાં દરમિયાન વીજળી પડવાની ઘટના બની હતી. મગફળીના ખેતરમાં પિયત કરી રહેલા ખેત શ્રમિક મનકુબેન નાયકા  અને તેમના ચાર વર્ષીય માસૂમ પુત્ર શ્યામ રાકેશ નાયકા પર વીજળી પડતાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યું છે. આ અચાનક બનેલી દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

App Store

મોરબી શહેર અને તાલુકામાં વરસાદી માહોલ

મોરબી શહેર અને તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધીમીધારે પધરામણી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના જેલ રોડ, જૂના અને નવા બસ સ્ટેન્ડ, રવાપર રોડ, મહેન્દ્રનગર ચોકડી તથા અવની ચોકડી સહિતના મુખ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારો જેવા કે જેતપર રોડ અને માંડલ રોડ પર પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમયથી વરસાદ ખેંચાતા ચિંતિત બનેલા ખેડૂતોમાં આ અણધાર્યા વરસાદથી ભારે ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી મોરબી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.