Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Large quantity of subsidized urea fertilizer seized in Halvad;

Morbi/ હળવદમાં સબસિડીયુક્ત યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપાયો; ₹15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 13 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Morbi/ હળવદમાં સબસિડીયુક્ત યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપાયો; ₹15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
સોર્સ : gstv

હળવદ પંથકમાં રવિ સિઝન દરમિયાન ખેડૂતોને યુરિયા ખાતરની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હળવદ પોલીસે ગેરકાયદેસર રીતે સબસિડીયુક્ત રાસાયણિક યુરિયા ખાતરના મોટા જથ્થાને ઝડપી પાડીને ગેરરીતિના રેકેટનો પર્દાફાશ કર્યો છે.

App Store

કોયબા પાસે શંકાસ્પદ જથ્થો ઝડપાયો

હળવદ પોલીસ દ્વારા કોયબા પાટિયા નજીક શંકાસ્પદ યુરિયા ભરેલું એક આઇશર ટ્રક જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન ઈફકો કંપનીની 45 કિલોગ્રામની કુલ 400 યુરિયા બેગ્સ કબજે કરવામાં આવી છે.

મુદ્દામાલ અને ધરપકડ

પોલીસે આઇશર ટ્રક અને એક મારૂતિ સ્વિફ્ટ ડિઝાયર કાર સહિત કુલ ₹ 1500465 (પંદર લાખ, ચારસો પાંસઠ) લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કબજે કરેલ મુદ્દામાલની વિગતો નીચે મુજબ છે:

યુરિયા ખાતર: IFFCO કંપનીની 400 બેગ (45  કિ.ગ્રા. દરેક), કી.રૂ. 8,00,456/-

આઇશર ટ્રક (GJ 36  V 5716): કી.રૂ. 5,00,000/-

મારૂતિ સ્વિફ્ટ ડિઝાયર કાર (GJ 12 AK 0435): કી.રૂ. 2,00,000/- 

આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે:

નાગજીભાઇ રાજાભાઇ ગમારા (ભરવાડ), ઉં.વ. 37  ધંધો: ડ્રાઇવર, રહે: નવા મકનસર.

કરશનભાઇ સેલાભાઇ ડોરાળા (ભરવાડ), ઉં.વ. 27 , ધંધો: ટ્રાન્સપોર્ટ, રહે: રાણેકપર, તા. હળવદ.

ખેડૂતોની હાલાકી વચ્ચે કાળાબજારીની આશંકા

નોંધનીય છે કે હાલમાં શિયાળુ રવિ સિઝન ચાલી રહી છે, અને હળવદ પંથકમાં ખેડૂતો યુરિયા ખાતરની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેમને સરકારી વિતરણ કેન્દ્રો પર ધરમ ધક્કા ખાવા પડે છે. આ સંજોગોમાં સબસિડીવાળી યુરિયા બેગ્સનો આટલો મોટો જથ્થો ઝડપાવો એ ખાતરની કાળાબજારી અને ગેરકાયદેસર વેચાણની આશંકા તરફ ઈશારો કરે છે.

તપાસનો ધમધમાટ શરૂ
હળવદ પીઆઈ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ મુખ્યત્વે નીચેના પ્રશ્નોના જવાબો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે:

આ યુરિયા ખાતરનો જથ્થો ક્યાંથી આવ્યો?

આ જથ્થો કોનો છે અને તેના માલિકો કોણ છે?

આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલે છે?

આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે?