Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Two arrested for smuggling subsidized urea fertilizer

Morbi news: સબસિડીયુક્ત યુરીયા ખાતરનો બારોબાર વહીવટ, 400 બેગ સાથે બે શખ્સો પકડાયા

Timeછેલ્લું અપડેટ : 12 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Morbi news: સબસિડીયુક્ત યુરીયા ખાતરનો બારોબાર વહીવટ, 400 બેગ સાથે બે શખ્સો પકડાયા
સોર્સ : GSTV

મોરબી જિલ્લાના હળવદમાંથી સબસિડીયુક્ત યુરીયા ખાતરનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે 400 બેગો ભરીને જતા આઈસર ટેમ્પો અને પાઈલોટીગ કરતી કાર સાથે બે આરોપીઓને પકડાયા છે. પોલીસે કુલ 15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 

App Store

400 બેગ યુરિયા ખાતર કરાયો કબજે

હળવદમાંથી સબસિડી યુક્ત યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે. હળવદના કોયબા ગામનાં પાટીયા પાસેથી રાસાયણિક ખાતરની હેરાફેરી ઝડપી પાડી છે. 400 બેગ ભરીને આઈસર ટેમ્પો અને પાઈલોટિગ કરતી કાર સાથે પોલીસે બે શખ્સોને ઝડપ્યા છે. પોલીસે નાગજી ગમારા અને કરશન દોરાળા સામે ગુનો દાખલ કર્યો છે તેમજ 400 બેગ યુરીયા, આઈસર ગાડી તેમજ કાર સહિત 15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.