Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Jawan Ganesh Parmar of Morbi martyred, funeral after guard of honour, thousands of people joined

Morbi news: મોરબીના જવાન ગણેશ પરમાર શહીદ, ગાર્ડ ઑફ ઓનર બાદ અંતિમવિધિ, હજારો લોકો જોડાયા

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Morbi news: મોરબીના જવાન ગણેશ પરમાર શહીદ, ગાર્ડ ઑફ ઓનર બાદ અંતિમવિધિ, હજારો લોકો જોડાયા
સોર્સ : GSTV

Morbi news: મોરબી શહેરના જવન ગણેશ પરમાર ડયૂટી દરમ્યાન ગત 9 ડિસેમ્બરે સિકંદરાબાદમાં શહીદ થયા હતા. જે બાદ શહીદ જવાનના પાર્થિવ દેહને મોરબી લવાયો હતો. જ્યાં જવાનો દ્વારા શહીદ જવાન ગણેશભાઈ પરમારનો યુનિફોર્મ પરિવારને સોંપાયો હતો.જે બાદ મોરબીનાું હજારોનું માનવ મહેરામણ અંતિમયાત્રામાં ઉમટયું હતું.

App Store

અંતિમયાત્રા ઘરે પહોંતચતા પરિવારજનોમાં હૈયાફાટ રૂદન થયું હતું. જે બાદ જવાનોએ શહીદ ગણેશ પરમારને ગાર્ડ ઑફ ઓનર આપ્યું હતું. શહીદ જવાનની અંતિમ યાત્રા પસાર થતા ઠેર-ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. શહીદ જવાનની અંતિમયાત્રામાં મોરબીના હજારો લોકો જોડાયા હતા. જે બાદ મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલથી અંતિમયાત્રા રવાના થઈ હતી. અને મોરબી શહેરના વિવિધ માર્ગો પરથી નીકળી સ્મશાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. જ્યાં સૌએ રડતી આંખે શહીદને અંતિમ વિદાય આપી હતી.