મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબીના પ્રખ્યાત તીર્થક ગ્રુપ પર ITના દરોડા, ઘર ,ઓફિસ, કારખાનામાં અધિકારીઓના ધામા

રાજ્યના મોરબીમાં આજે વહેલી સવારે IT ડિપાર્ટમેન્ટના અધિકારીઓના દરોડા પડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે મોરબી પેપર

રાજ્યના મોરબીમાં આજે વહેલી સવારે IT ડિપાર્ટમેન્ટના અધિકારીઓના દરોડા પડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે  મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર IT વિભાગના દરોડા પાડ્યા હતા. મોરબીના પ્રખ્યાત તીર્થક ગ્રુપ પર વહેલી સવારે ૫:૩૦ વાગ્યે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મોરબીના તીર્થક ગ્રુપ પર આઈટીના દરોડા

મોટી માત્રામાં બેનામી વ્યવ્હાર હાથ લાગે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. IT વિભાગની ૭૦ ટીમ  આ દરોડાની કામગીરીમાં જોડાઇ છે.

આ પણ વાંચો: વડોદરા:મહિલાઓને ટાર્ગેટ કરીને દાગીના લૂંટતી દિલ્હીની ઠગ ગેંગ ઝડપાઈ, ત્રણ શહેરોમાં મચાવ્યો હતો આતંક

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઇટી વિભાગ દ્વારા દરોડા 

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઇટી વિભાગ દ્વારા દરોડા હાથ ધરવામાં આવ્યા હતા. મોરબીના તીર્થક ગ્રુપની તમામ ઓફિસ , કારખાના તેમજ ગ્રુપના મુખ્ય સ્થાપક જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘરમાં પણ આઈટી વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા છે, ઘરમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો