વડોદરા:મહિલાઓને ટાર્ગેટ કરીને દાગીના લૂંટતી દિલ્હીની ઠગ ગેંગ ઝડપાઈ, ત્રણ શહેરોમાં મચાવ્યો હતો આતંક
રાજ્યના વડોદરામાંથી સિનિયર સિટિઝન મહિલાઓને ટાર્ગેટ કરતી ટોળકી ઝડપાઈ છે. વડોદરા,સ

રાજ્યના વડોદરામાંથી સિનિયર સિટિઝન મહિલાઓને ટાર્ગેટ કરતી ટોળકી ઝડપાઈ છે. વડોદરા,સુરત,રાજકોટ જેવા શહેરોમાં સિનિયર સિટિઝન મહિલાઓને ટાર્ગેટ કરી તેમના દાગીના લૂંટી લેતી હતી. દિલ્હીની બે મહિલા સહિત ત્રણ સાગરીતોને ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે.
ઠગ ટોળકી મહિલાઓને વાતોમાં રાખીને નજર ચૂકવીને લૂંટતી
વડોદરામાં થોડા સમય પહેલાં એક મહિલાને વાતોમાં રાખીને બે મહિલાએ સ્ટેશન ક્યાંથી જવાય તેમ કહી મદદ માંગી હતી.મહિલાએ તેમની સાથે રિક્ષામાં બેઠી હતી.જે દરમિયાન ઠગ ટોળકી સુરસાગર પાસે અહીંથી અમે રસ્તો જોયો છે તેમ કહી ઉતરી ગઇ હતી. ત્યારબાદ મહિલાને તેના રૃ.૯૦ હજારના દાગીના ચોરાઇ ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.
આ પણ વાંચો: ભાવનગરના મહુવામાંથી ઝડપાયું દરિયાનું 'તરતું સોનું'! કિંમત 12 કરોડથી પણ વધારે
સીસીટીવી ચેક કરતાં બે મહિલાની સાથે એક પુરુષ હતા સામેલ
આ ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ચેક કરતાં બે મહિલાની સાથે એક પુરૃષ પણ ગુનામાં સામેલ હોવાનું જણાઇ આવ્યું હતું.વાઘોડિયા ચોકડી પાસે આ ત્રણેય જણા નજરે પડતાં તેમને ઝડપી પાડયા હતા.
પકડાયોલા આરોપીઓ
સીતારામ બાવરી,
પૂનમ સોનુ હારીમલ
વિશાલ શ્યામલાલ(ત્રણેય રહે.રઘુવીર નગર,દિલ્હી)
ઠગ ટોળકી પાસેથી સોનાની ચાર બંગડી,બે ચેન,વીંટી,બુટ્ટી,૩ મોબાઇલ, પર્સ અને રોકડા રૃ.૨૧ હજાર મળી રૃ.૫ લાખ ઉપરાંતની મત્તા મળી આવી હતી.જેથી પૂછપરછ દરમિયાન ટોળકીએ દોઢ મહિનામાં વડોદરા,સુરત અને રાજકોટમાં ચાર મહિલાના દાગીના લૂંટ્યાની વિગતો ખૂલી હતી.








