અંકલેશ્વર: ગુરુ ક્લાસીસના સંચાલકે પેપર ચેક કરાવવાના બહાને કોલેજીયન યુવતીની કરી છેડતી
અંકલેશ્વરના હસ્તી તળાવ પાસે આવેલ ગુરુ ક્લાસીસના સંચાલકે સપ્લીમેન્ટરી તપાસ કરતી કોલેજીયન યુવતીને છેડતી કરી હોવાનો બ

અંકલેશ્વરના હસ્તી તળાવ પાસે આવેલ ગુરુ ક્લાસીસના સંચાલકે સપ્લીમેન્ટરી તપાસ કરતી કોલેજીયન યુવતીને છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી સંચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અંકલેશ્વરના હસ્તી તળાવ હનુમાન વાડી નજીક ગુરુ ક્લાસીસ ચલાવતા નીતિન ચૌહાણના ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓની તેઓ દર અઠવાડિયે પરીક્ષા લેતા હોય છે. સપ્લીમેન્ટરી તપાસવા માટે કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને આપે છે.
ગત રોજ નીતિન ચૌહાણે ટેસ્ટની સપ્લીમેન્ટરી તપાસવા લઇ જવા માટે ક્લાસીસ પર યુવતીને બોલાવી હતી. વાતચીત દરમિયાન અચાનક જ લંપટ સંચાલકે "હું તમને કેવો લાગુ છુ તેમ પૂછી હાથ પકડી જબરદસ્તી કરી હતી."
જે બાદ પોતાની સાથે બનેલી હકીકત પરિવારને જણાવી હતી. પરિવારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સંચાલક વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે.






