મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં આતંકીઓએ એરપોર્ટમાં ઘુસી 6 મુસાફરોને બનાવ્યા બંધક, ચેતક કમાન્ડોએ આ રીતે પાર પાડી મોકડ્રીલ

સુરત એરપોર્ટમાં ચાર આતંકવાદીઓએ ઘુસી ૬ મુસાફરોને બંધક બનાવ્યા હતા. પરંતુ ચેતક કમાન્ડો તે

સુરતમાં આતંકીઓએ એરપોર્ટમાં ઘુસી 6 મુસાફરોને બનાવ્યા બંધક, ચેતક કમાન્ડોએ આ રીતે પાર પાડી મોકડ્રીલ

સુરત એરપોર્ટમાં ચાર આતંકવાદીઓએ ઘુસી ૬ મુસાફરોને બંધક બનાવ્યા હતા. પરંતુ ચેતક કમાન્ડો તેમજ CISFના જવાનોએ મક્કમ મુકાબલો કર્યો હતો. વહેલી સવારે ૬.૩૦ વાગે વિમાન હાઈજેક કરવાના ઈરાદે ચાર આતંકીઓ મુસાફરના વેશમાં કાર સાથે સુરત એરપોર્ટના A-2 ગેટ પર પહોંચ્યા હતા. સિક્યોરિટીએ અટકાવતા અચાનક તેમણે એ.કે. ૪૭ રાઈફલ દ્વારા CISF ના સિક્યોરિટી ગાર્ડને ઘાયલ કરી અંદર ઘુસી ગયા હતા. જેની જાણકારી સુરત એરપોર્ટ ઓથોરિટીને થતા તત્કાલ આ અંગેની વિગતો સુરત શહેર પોલીસ, જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારીને કરવામાં આવી હતી. સુરત પોલીસ તથા CISF દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરવામાં આવ્યો હતો. 

આતંકીઓએ કરી 200 કરોડની ડિમાન્ડ 

પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર વી.જે.ભંડારીએ તત્કાલ એરપોર્ટ આવીને કંટ્રોલરૂમમાંથી આંતકીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં આંતકીઓએ એ.ટી.એસ. દ્વારા ધરપકડ કરાયેલા અને જેલમાં બંધ આતંકીઓને મુક્ત કરવાની, એક હેલિકોપ્ટર તેમજ ૨૦૦ કરોડની ડિમાન્ડ કરી હતી. આખરે ચેતક કમાન્ડો ગોહિલની આગેવાનીમાં કમાન્ડોએ તકનો લાભ લઈ આતંકીઓને ઝબ્બે કર્યા હતા અને તેમની પાસેથી ચાર એ.કે. ૪૭ રાઈફલ કબ્જે કરવામાં આવી હતી.

કમાન્ડોએ મજબૂતાઈથી કર્યો મુકાબલો

આતંકવાદીઓ સાથે મૂઠભેડમાં આતંકીઓએ ૧૫ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેનો કમાન્ડોએ મજબૂતાઈથી મુકાબલો કર્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન તમામ છ બંધકોને સુરક્ષિત મુક્ત કરાવવામાં સફળતા મળી હતી. કોઈ જાનહાનિ વિના ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર, સિટી પોલીસ દ્વારા એરપોર્ટથી સિવિલ સુધી ગ્રીન કોરિડોર, એરપોર્ટની ફરતે પૂરતો પોલીસ બંદોબસ્ત, એરપોર્ટ પાસે ટ્રાફિક મેનેજમેન્ટ સરળતાથી કરીને મોકડ્રીલને સફળ બનાવી હતી.    

આ સમાચાર શેર કરો