સુરતની શાળામાં ફાયર અને ડિઝાસ્ટરની યોજાઈ મોકડ્રીલ, વિદ્યાર્થીઓને સાધનોની અપાઈ પ્રેક્ટિકલ માહિતી
સુરતમાં છાસવારે આગના બનાવો સામે આવતાં હોય છે. ત્યારે વિદ્યાર્થીઓમાં આગ સહિતની આપત્તીમાં કેવી રીત

સુરતમાં છાસવારે આગના બનાવો સામે આવતાં હોય છે. ત્યારે વિદ્યાર્થીઓમાં આગ સહિતની આપત્તીમાં કેવી રીતે પોતાનો બચાવ કરવો તે અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાય તે હેતુથી ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા શાળામાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માહિતી સાધનો અંગેની આપવામાં આવી હતી.
1થી 12ના વિદ્યાર્થીઓને માહિતી અપાઈ
ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ આગ લાગવા જેવા આકસ્મિક સંજોગોમાં બચાવ કામગીરી કેવી રીતે કરવી? તેમજ અગ્નિ શામક સાધનો કઈ રીતે ઉપયોગમાં લેવા તે બાબતે શાળાના આચાર્ય ,કેમ્પસ ડિરેકટર અને ટ્રસ્ટીગણ દ્વારા ધોરણ 1 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે આકસ્મિક ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
જાણ કર્યા વગર મોકડ્રીલ યોજાઈ
મોકડ્રીલમાં અડાજણ અને જહાંગીરાબાદ ફાયર સ્ટેશનના હેડની સાથે સાથે પોલીસ અને મેડિકલ ટીમને ઈમરજન્સી નંબર પર કોલ કરી બોલાવવામાં આવ્યા હતા. તેમણે તેમના કાર્યને અનુરૂપ બચાવ કામગીરીની મોકડ્રીલ કરી હતી અને અંતમાં ફાયરના સાધનોની પ્રેક્ટિકલ માહિતી આપી વિધ્યાર્થી, શિક્ષકો અને શાળા પરિવારને માહિતગાર કર્યા હતા. મોકડ્રીલ શાળાના કેમ્પસ ડારેકટર અને આચાર્ય સાથે ચર્ચા કર્યા બાદ આકસ્મિક રીતે યોજી હતી.જેની કોઈ વિદ્યાર્થીને કે શિક્ષકને જાણ ન હતી.અને તેમાં સફળતા મળી હતી.








