મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવતી હોવાના મારી પાસે પૂરાવા', ધારાસભ્યનો મોટો દાવો

સતત વિવાદો અને ચર્ચામાં રહેતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એકવાર સામે આવ્યાં છે. આ વખ

'પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવતી હોવાના મારી પાસે પૂરાવા', ધારાસભ્યનો મોટો દાવો

સતત વિવાદો અને ચર્ચામાં રહેતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એકવાર સામે આવ્યાં છે. આ વખતે ટ્વીટ કરી દારૂ બુટલેગરો પાસે પોલીસ હપ્તા ઉઘરાવતાના વીડિયઓ મૂકી પોસ્ટ કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ દારૂના ઠેકાઓ પર હપ્તા ઉઘરાવતી હોય તેવા 35 વીડિયો હોવાનું કહ્યું છે. 

આ પણ વાંચોઃ સુરત એરપોર્ટ પર બોમ્બ હોવાની વાતથી મચી અફડાતફડી, બે વ્યક્તિએ વાત કરતાં પોલીસ કાફલો થયો દોડતો

આંદોલનની ચીમકી 

અગાવ પણ આવા પોલીસ હપ્તા ઉઘરાવતા હોવાના વીડિયો મુક્યા હતા. PI રાજપારડી અને SP ભરૂચ પર તાકાત હોય તો તાત્કાલિક બુટલેગરો પર કાર્યવાહી કરી દારૂના ધંધાઓ બંધ કરાવે તેવી પોસ્ટ મૂકી છે. ભાજપના ઇસારે ખોટી FIR કરી અમારો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવતી હોવાની વાત ચૈતર વસાવાએ કરતાં કહ્યું કે, તમારી જેલો મોટી કરી દેજો ટૂંક જ સમયમાં અમે જેલ ભરો આંદોલન કરીશું.

વધુ એક ફરિયાદ નોધાઈ

મહત્વપૂર્ણ છે કે,ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર GIDC પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. થોડા દિવસ અગાઉ અંકલેશ્વરની ડેટોકસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારનાં મોત નીપજ્યાં હતાં. આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માગ કરી હતી.

આ સમાચાર શેર કરો