નસવાડીમાં MGVCLની કચેરીએ ખેડૂતોનો વિરોધ, વીજળી આપવાની માગ સાથે સુત્રોચ્ચાર
નસવાડી મધ્યગુજરાત વીજકંપની ઉપર ખેડૂતોએ હલ્લાબોલ કર્યું હતું. ખેડૂતોને સિંચાઇ માટે વીજ પુર

નસવાડી મધ્યગુજરાત વીજકંપની ઉપર ખેડૂતોએ હલ્લાબોલ કર્યું હતું. ખેડૂતોને સિંચાઇ માટે વીજ પુરવઠો 10 કલાક મળતો નથી. વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. માંડ 6 કલાક જ વીજળી મળે છે. જ્યારે સવારના સમયમાં 8થી 4 વીજળી આપતા હતા. તે સમય બદલી નાખતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
રાત્રે વીજળી અપાતા રોષ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પીપલાજ ફીડરમાં 10 જેટલા ગામો આવે છે. આ ફીડરમાં ખેડૂતોને સિંચાઇ માટે મધ્ય ગુજરાત વીજ કંપની વીજ પુરવઠો સવારે 8થી 4નો સમય સરકારે નક્કી કર્યો છે. પરંતુ મધ્યગુજરાત વીજ કંપની બપોરના 2થી રાતના 10 સુધી વીજ પુરવઠાનો સમય કરતાં રાત્રીના સમયે ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા માટે મજૂરી મળતા નથી. ખેતરોમાં રાત્રીના સમયમાં ભૂંડો, જીવજંતુ તેમજ ઝેરી જાનવરોનો ડર રહે છે.
ખેડૂતોમાં રોષ
મધ્યગુજરાત વીજ કંપની ઉપર ખેડૂતોએ આવીને સૂત્રોચાર કરીને મધ્યગુજરાત વીજ કંપનીના અધિકારીને રજૂઆત કરવા માટે આવ્યા હતા. ત્યારે મધ્યગુજરાત વીજકંપનીના અધિકારીએ ખેડૂતોને અમારી જવાબદારી નથી. GETCO વિભાગની જવાબદારી છે. તેવો ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો હતો. જેનાથી ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠયો હતો.








