સુરતમાં મેટ્રોની કામગીરીમાં ક્રેઈર્ન જે ઘર પડી તે પરિવારની હાલાકી વધી, મકાન કોર્ડન હોવાથી સભ્યોને અંદર જવા દેવાતા નથી
સુરતમાં મેટ્રોની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનો બીજો બનાવ નોંધાયો હતો.

સુરતમાં મેટ્રોની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનો બીજો બનાવ નોંધાયો હતો. જેમાં ક્રેઈર્ન એક મકાન પર પટકાઈ હતી. જેથી મકાનને નુકસાન થયું હતું. સદનસીબે પરિવારના સભ્યો વડોદરા કામ અર્થે ગયા હોવાથી જાનહાનિ ટળી હતી. જો કે પરિવારની મુશ્કેલી ક્રેઈર્ન પડતા વધી ગઈ છે. પરિવારના સભ્યોને ઘરે પણ જવા દેવામાં આવતા નથી. ઘરને કોર્ડન કરી દેવામાં આવ્યું છે.
અધિકારી પૂછવા આવ્યા નથી
નાના વરાછાના યમુના નગરના AB 13 નંબરના મકાન પર ક્રેઈર્ન પડી હતી. આ મકાન મહેશભાઈ દેસાઈનું છે. મહેશભાઈ તેના પરિવાર સાથે પારિવારિક કામ અર્થે વડોદરા ગયા હતા. સ્થાનિક લોકોએ તેમને મકાન પર ક્રેઈર્ન પડી હોવાની માહિતી આપી હતી. તો બીજી તરફ મેટ્રોના અધિકારી હજુ સુધી પૂછવા પણ આવ્યા નથી.
પરિવારની હાલાકી વધી
તંત્ર દ્વારા પરિવાર માટે જમવાની અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. મકાનને કોર્ડન કરી દેવામાં આવ્યું છે. પરિવારના સભ્યોને મકાનમાં જવા દેવામાં આવતા નથી. પરિવાર મુશ્કેલીમાં હોવા છતાં પણ તેમને મકાન જલ્દીથી ખાલી કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે.








