મેટ્રો સિટી અમદાવાદ બન્યું ગુનાખોરીનું હોટસ્પોટ, પોલીસ સામે પડકાર
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. મ

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. મેટ્રો સિટી અમદાવાદમાં માત્ર ખૂન, લૂંટ, ધાડ કે ચોરી જ નહીં, પરંતુ બળાત્કાર, છેડતી અને અપહરણના કિસ્સાઓમાં પણ ચિંતાજનક વધારો થયો છે. ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ એ સૂત્ર હવે માત્ર કાગળ પર રહી ગયું હોય તેમ લાગે છે, કારણ કે ગુનેગારો હવે બેખોફ બન્યા છે, જે પોલીસ માટે મોટો પડકાર છે.
અમદાવાદ શહેરમાં દર મહિને સરેરાશ ૨૫ બળાત્કાર
સલામત ગુજરાતમાં જ અસલામતીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે સ્વીકાર્યું છે કે અમદાવાદમાં ગુનાખોરી વકરી રહી છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં કુલ ૧૯૭ લોકોના મર્ડર થયા છે. વર્ષ ૨૦૨૪ની સરખામણીમાં ૨૦૨૫માં ખૂન, લૂંટ અને ચોરીના કિસ્સામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
મુખ્ય આંકડાકીય વિગતો:
-
બળાત્કાર: શહેરમાં દર મહિને સરેરાશ 25 બળાત્કારના કેસો નોંધાય છે.
-
છેડતી: મહિલાઓ અને યુવતીઓની છેડતીના સરેરાશ 11 કિસ્સા દર મહિને બને છે.
-
અપહરણ: દર મહિને સરેરાશ 16 અપહરણના કિસ્સા નોંધાય છે. બે વર્ષમાં કુલ 402 અપહરણ થયા છે.
-
ચોરી અને લૂંટ: બે વર્ષમાં 7148 ચોરી અને 183 લૂંટના કિસ્સા નોંધાયા છે.
અમદાવાદમાં ગુનાખોરીનો આંકડો (બે વર્ષની સરખામણી)
| વર્ષ | ખૂન | લૂંટ | બળાત્કાર | ચોરી | અપહરણ | આત્મહત્યા | છેડતી |
| 2024 | 90 | 108 | 300 | 3761 | 195 | 56 | 134 |
| 2025 | 107 | 75 | 295 | 3387 | 207 | 51 | 133 |
| કુલ | 197 | 183 | 595 | 7148 | 402 | 107 | 267 |
પોલીસની કામગીરી અને પડકારો
પોલીસના દાવા મુજબ, અત્યાર સુધીમાં કુલ 62726 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે અને 44288 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે હજુ પણ 385 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
શહેરમાં જે રીતે ગુનાખોરી વધી રહી છે, તેને જોતા અમદાવાદ હવે ગુનેગારો માટે મોકળું મેદાન બની રહ્યું હોય તેમ લાગે છે. અડધી રાત્રે મહિલાઓ સુરક્ષિત રીતે ફરી શકે તેવા દાવાઓ વાસ્તવિકતામાં પોકળ સાબિત થઈ રહ્યા છે.








