ગુજરાતમાં આગામી અઠવાડિયે આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છ

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 16 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના મોટાભાગના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
જ્યારે આજે (10 ઓગસ્ટ) બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમરેલી, મહીસાગર, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ ખાબક્યો
છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી છ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં છોટા ઉદેપુરમાં 59 મિમી, વડોદરામાં 53 મિમી, આણંદના ખંભાતમાં 50 મિમી, ખેડાના ગલતેશ્વરમાં 42 મિમી, છોટા ઉદેપુરના જેતપુરમાં 41 મિમી, અમદાવાદના ધોળકામાં 37 મિમી, વડોદરાના વાઘોડિયામાં 36 મિમી, દાહોદના સાંજેલીમાં 35 મિમી વરસાદ ખાબક્યો છે.
11 ઓગસ્ટની આગાહી
રાજ્યમાં આગામી છ દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે 11 ઓગસ્ટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
12 ઓગસ્ટની આગાહી
12 ઓગસ્ટે રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
13-16 ઓગસ્ટની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સતત છ દિવસ મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 16 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવો વરસાદી માહોલ રહેવાની સંભાવના છે, ત્યારે રાજ્યના ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.








