મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નેશનલ મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે બાઈક રેલી, સુરતમાં સ્વચ્છ ઈંધણ અંગે અપાયો મેસેજ

સ્વચ્છ ઇંધણ વિશે જાગૃતિ ફેલાવવા માટે અમુલ દ્વારા નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે અમુલ

નેશનલ મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે બાઈક રેલી, સુરતમાં સ્વચ્છ ઈંધણ અંગે અપાયો મેસેજ

સ્વચ્છ ઇંધણ વિશે જાગૃતિ ફેલાવવા માટે અમુલ દ્વારા નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે અમુલ દ્વારા ચાર મેગા ક્લિન ફ્યુલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી એક બાઈક રેલી પુણેથી શરૂ થઈ હતી અને ગુજરાતના સુરત ખાતે આવી પહોંચી હતી. આ રેલીમાં તમામ બાઈક સીએનજી સંચાલિત છે અને બાઈક રેલીનો મુખ્ય હેતુ ખેડૂતોને વધારાની આવકનો સ્ત્રોત મળી રહે, સ્વચ્છ ઈંધણ અને કાર્બનિક ખાતર ખેડૂતોને મળે, કોઝિલ ફ્યુલ પર નિર્ભરતા ઘટે અને વાતાવરણ સ્વચ્છતામાં બાયો સીએનજીનું યોગદાન વધારવાનો છે. 

આ પણ વાંચોઃસુરતમાં મોબાઈલના ઝઘડામાં હત્યા, સગીર સહિતના 3 આરોપીઓને ટ્રેનમાં આ રીતે ઝડપી લેવાયા

ગાયના છાણમાંથી બળતણ 

સ્વચ્છ ઇંધણ વિશે જાગૃતિ ફેલાવવા માટે અમુલ દ્વારા નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં ચાર મેગા ક્લીન ફ્યુલ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અમુલ દૂધ ક્રાંતિમાં અગ્રણી ભૂમિકા ભજવે છે. ખાસ કરીને ગાયના છાણમાંથી બળતણ ઉત્પન્ન કરવા માટે બાયો સીએનજી પ્રોજેક્ટ સાથે અમુલ પરિવર્તિત અર્થતંત્ર સાથે ચેમ્પિયન બનવા જઈ રહ્યું છે. અમૂલની આ પહેલના કારણે ખેડૂતોને વધારાની આવકનો સ્ત્રોત મળી રહેશે. સાથે સાથે સ્વચ્છ ઇંધણ અને કાર્બનિક ખાતર પણ ખેડૂતોને મળશે. જેના કારણે કોઝિલ ફ્યુલ પર નિર્ભરતા ઘટી છે. સ્વચ્છ વાતાવરણમાં બાયો સીએનજીનું યોગદાન પણ વધ્યું છે . 

બાઈક રેલીનું સ્વાગત કરાયું

સ્વચ્છ ઇંધણ માટે જાગૃતિ ફેલાવવા માટે અને ખાસ કરીને નેશનલ મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે અમુલ દ્વારા જે ચાર મેગા ક્લીન ફ્યુલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાંથી એક બાઈક રેલી પુણેથી શરૂ થઈ હતી. આ રેલી ગુજરાતના સુરત ખાતે આવી પહોંચી હતી. મહત્વની વાત છે કે આ રેલીમા જે બાઈકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે બાઈક પણ સીએનજી સંચાલિત બાઇક છે. આ બાઈક રેલી પુણેથી શરૂ થઈ હતી. મહારાષ્ટ્ર બાદ ગુજરાતના સુરત ખાતે પહોંચી હતી. સુરતથી રાજસ્થાન અને ત્યાંથી દિલ્હી આ બાઈક રેલી પહોંચશે. દિલ્હીમાં 2000 કિલોમીટરની મુસાફરી બાદ આ બાઈક રેલીનું સમાપન કરવામાં આવશે. જ્યાં ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા 26 નવેમ્બર નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવશે. 

આ સમાચાર શેર કરો