મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh: બોગસ દાખલાના આધારે ચૂંટણી લડવું ભારે પડ્યું, મનપાના કોંગ્રેસના નગરસેવિકાનું સભ્યપદ રદ

જૂનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષને મોટો ફટકો પડ્યો છે. અનુસૂચિત આદિજાતિ (ST) બેઠક પ

Junagadh: બોગસ દાખલાના આધારે ચૂંટણી લડવું ભારે પડ્યું, મનપાના કોંગ્રેસના નગરસેવિકાનું સભ્યપદ રદ

જૂનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષને મોટો ફટકો પડ્યો છે. અનુસૂચિત આદિજાતિ (ST) બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના નગરસેવિકા સોનલબેન રાડાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે, કારણ કે તેમની પાસેનો અનુસૂચિત આદિજાતિનો દાખલો બોગસ હોવાનું સાબિત થયું છે.

બોગસ દાખલો અને સભ્યપદ રદ થવાની પ્રક્રિયા

સોનલબેન રાડા જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 15 ની અનુસૂચિત આદિજાતિ માટે આરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે, ગાંધીનગરની વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા તેમના દાખલાની ખરાઈ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે સોનલબેન ગીર, બરડા કે આલેચના માલધારી ન હોવાથી તેઓ ST કેટેગરીમાં આવતા નથી.

જૂનાગઢ મામલતદાર દ્વારા વર્ષ 2016 માં તેમને કાઢી આપવામાં આવેલો અનુસૂચિત આદિજાતિનો દાખલો ખરાઈ બાદ રદ કરવામાં આવ્યો હતો. દાખલો રદ થતાં જ મનપાના કમિશનર દ્વારા સોનલબેન રાડાને મહાનગરપાલિકાના સભ્ય પદેથી ડિસ્ક્વોલિફાઈડ (ગેરલાયક) જાહેર કરવામાં આવ્યા છે.

કોંગ્રેસને નુકસાન, વોર્ડમાં પેટા ચૂંટણી નિશ્ચિત

આ કાર્યવાહીના પગલે કોંગ્રેસને સીધું નુકસાન થયું છે. જૂનાગઢ મનપાની કુલ 60 બેઠકોમાંથી કોંગ્રેસે 12  બેઠકો પર વિજય મેળવ્યો હતો, પરંતુ હવે સોનલબેનનું સભ્યપદ રદ થતાં કોંગ્રેસના નગરસેવકોની સંખ્યા ઘટીને 11 થઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો