VIDEO: કચ્છના કંડલા પોર્ટ પર મેગા ડિમોલિશન, 500 પોલીસકર્મીઓ અને અધિકારીઓનો કાફલો તૈનાત
કચ્છના મીઠા પોર્ટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા વિશાળ મેગા ઓપર
કચ્છના મીઠા પોર્ટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા વિશાળ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.આ મેગા ડિમોલેશન ઓપરેશન દીન દયાળ પોર્ટ ઓથોરિટીના અધિકારીઓ દ્વારા હાથ ધરાયું છે.દબાણ દૂર કરવાની કામગીરી માટે પૂર્વ કચ્છ જિલ્લામાંથી આશરે ૪૦ અધિકારીઓ અને ૫૦૦ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.આ મેગા ડિમોલેશન મુખ્યત્વે દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે.
કચ્છમાં રાષ્ટ્રીય અને દરિયાઈ સુરક્ષાને પ્રાથમિકતા આપીને વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારથી કંડલા પોર્ટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર મોટી તવાઈ બોલાવવામાં આવી છે. કંડલા પોર્ટ આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ખડકાયેલા દબાણોને દૂર કરવા માટે તંત્રએ સપાટો બોલાવી દીધો છે.
500 પોલીસકર્મીઓ અને અધિકારીઓનો કાફલો તૈનાત
આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, 40 જેટલા ઉચ્ચ અધિકારીઓ અને 500 જેટલા પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારથી જ પોલીસ છાવણીમાં ફેરવાયેલા આ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી
.







