મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મોરબીમાં દરગાહના ડિમોલિશન બાદ તંગદિલી, વિફરેલા ટોળાનો પોલીસ મથક પર પથ્થરમારો

મોરબીમાં મણિમંદિર પાસે દરગાહના ડિમોલિશન બાદ વિફરેલા ટોળાએ પો

મોરબીમાં મણિમંદિર પાસે દરગાહના ડિમોલિશન બાદ વિફરેલા ટોળાએ પોલીસ મથક પર પથ્થરમારો કરતા તંગદિલી વ્યાપી ગઈ હતી. દરગાહ ડીમોલેશનને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, પણ વિફરેલા ટોળાએ સૂત્રોચ્ચાર કરી ડિમોલેશનનો પ્રચંડ વિરોધ કર્યો હતો.  

 ડિમોલિશન કામગીરીનો પ્રચંડ વિરોધ

મોરબીના મણિમંદિર પાસે આવેલા ધાર્મિક બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. જોકે રોષે ભરાયેલા ટોળાએ એ-ડિવિઝન પોલીસ મથક પર પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસે મામલો થાળે પાડવા માટે ટોળા સામે લાલ આંખ કરી હતી. બે વર્ષના કાયદાકીય વિવાદ બાદ ગેરકાયદે બાંધકામ ધરાવતી દરગાહને તંત્રએ તોડી પાડવાની કામગીરી કરી છે. દરગાહના ડિમોલિશન કામગીરીને લઈને મોરબી શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, તેમ છતાં શહેરના એ ડિવિઝન પોલીસ મથકે ટોળુ એકત્ર થયુ હતુ, તેમજ સુત્રોચ્ચાર સાથે ડિમોલિશન કામગીરીનો વિરોધ કર્યો હતો. ટોળાએ એ ડિવિઝન પોલીસ મથકનું બોર્ડ તોડી નાખ્યું અને પોલીસ મથક પર પથ્થમારો કરતા પોલીસે કાર્યવાહી કરી હતી.

આ સમાચાર શેર કરો