સુરતમાં રત્નકલાકારને ગે ડેટિંગ એપ પર ચેટિંગ પછી મિટિંગ પડી ભારે, કપડા ઉતરાવી પડાવી લીધા આટલા રૂપિયા
સુરતમાં છેલ્લા ઘણા સમયથી ઠગ લોકો ગે ડેટિંગ એપ પરથી યુવકો સાથે છેતરપિંડી કરતાં હોવાનું સામે આવી રહ્યુ છે. ત્યારે વ

સુરતમાં છેલ્લા ઘણા સમયથી ઠગ લોકો ગે ડેટિંગ એપ પરથી યુવકો સાથે છેતરપિંડી કરતાં હોવાનું સામે આવી રહ્યુ છે. ત્યારે વરાછા પોલીસ સ્ટેશનમાં પણ એક રત્નકલાકારને ગ્રાઉન્ડર ગે ડેટિંગ એપથી ચેટિંગ કર્યા બાદ મિટિંગમાં કપડા ઉતરાવીને ફોન લઈ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ 1.80 લાખ પડાવી લેનારા 2ને ઝડપી લેવામાં આવ્યા છે.
મળવા જતા મુસિબત આવી
વરાછા વિસ્તારમાં જગદીશનગરમાં એક રત્નકલાકારને ગ્રાઈન્ડર ગે ડેટિંગ એપ પર ચેટિંગ બાદ મુલાકાત કરવી ભારે પડી હતી. ચેટિંગ દરમ્યાન રત્નકલાકારને વરાછાના જગદીશ નગરમાં મળવા માટે બોલાવ્યો હતો. જ્યાં રત્નકલાકારને નગ્ન કરી તેની પાસેથી 1.80 લાખ પડાવી લીધા હતા. રત્નકલાકારનો મોબાઈલ ઝુંટવી 1.80 લાખ ગૂગલ પે મારફતે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કર્યા હતાં.
80 હજાર રિકવર કરાયા
રત્નકલાકારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે મયુર પરમાર અને રોહિત વંશને ઝડપી પાડયા હતા. બન્ને આરોપીઓ પાસેથી 80 હજાર કબ્જે કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના રૂપિયા આરોપીઓએ ખર્ચી નાખ્યા હોવાનું કહ્યુ હતુ. આ આરોપીઓએ અગાઉ કેટલા લોકોને શિકાર બનાવ્યા તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.








