મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દેશભરમાં પાઈપલાઈનમાં પંચર કરી 400 કરોડથી વધુનુ ઓઈલ ચોરી કરવાનો માસ્ટર માઈન્ડ ઝડપાયો

સુરત શહેરમાં હજીરા વિસ્તારમાં અલગ અલગ રીલાયન્સ,I.O.C.L., ONGC વિગેરે જેવી કંપન

દેશભરમાં પાઈપલાઈનમાં પંચર કરી 400 કરોડથી વધુનુ ઓઈલ ચોરી કરવાનો માસ્ટર માઈન્ડ ઝડપાયો

સુરત શહેરમાં હજીરા વિસ્તારમાં અલગ અલગ રીલાયન્સ,I.O.C.L., ONGC વિગેરે જેવી કંપનીઓની ઓઈલની પાઈપલાઈન પસાર થાય છે. આ રાષ્ટ્રીય સંપત્તિને કોઈ નુકશાન ન પહોંચાડે કે ઓઈલ ચોરીના બનાવો બનતા હતા. પાઈપ લાઈનમાંથી કુડઓઈલની ચોરી અંગે ઘણા બધા ગુનાઓમાં પકડાયેલ આરોપી સંદિપ ગુપ્તા ઉર્ફે સેન્ડીને અમદાવાદથી દબોચી લેવામાં આવ્યો છે.

ટનલ ખોદીને પંચર કરતા

આરોપી સંદિપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વિજેન્દ્રકુમાર ગુપ્તાની પુછપરછ કરતા કહ્યુ કે, ફેબ્રુઆરી-૨૦૨૪ ના અરસામાં I.O.C.L. ની મુંન્દ્રા-પાનીપત પાઈપ લાઈન રાજસ્થાનમાંથી પસાર થતી હોય જેથી પોતાની ગેંગના સાગરીતો રાજેન્દ્ર જૈન, પ્રદિપકુમાર માળી, આકાશ જૈન, સોહનલાલ બિશ્નોઈ, આશીષ મિણા નાઓની સાથે મળી બ્યાવર જિલ્લાનાં બર ગામ પાસે HPCL પેટ્રોલ પંપ ત્રણ વર્ષનાં ટેન્ડરથી ભાડેથી રાખી-રખાવી પેટ્રોલપંપથી I.0.C.L. ની પાઈપલાઈન સુધી જમીનમાં અંડરગ્રાઉન્ડ ૧૦ થી ૧૨ ફુટની ઉંડાઈ વાળી આશરે ૫૦ ફુટની લંબાઈ સુધી સુરંગ ખોદી, I.O.C.L.ની પાઈપલાઈનમાં પંચર કરી, વાલ્વ ફિટ કરી તેમાંથી કરોડો રૂપિયાના ક્રૂડ ઓઈલની ચોરી કરી ગુનો આચરેલ જે ગુનામા પોતે આજદિન સુધી પોલીસ પકડથી નાસતો ફરતો હતો.

કન્ટેનરમાં ઓઈલ લઈ જતા

આરોપીઓ ઓઈલ કંપનીની પાઈપ લાઈન જતી હોય ત્યા ૧-૨ કિ.મી.ના અંતરમાં જૈવિક ફેકટરી અથવા શેડ, પેટ્રોલ પંપ ભાડાથી રાખે છે. અને નજીકથી પસાર થતી પાઈપ લાઈનમાં પંચર કરી ૧-૨ કિ.મી. લંબાવી આ ફેક્ટરી/શેડ સુધી લાવી ત્યા ટેન્કરના બદલે કન્ટેનરમાં ઓઈલ ભરીને લઈ જાય છે. કન્ટેનરમાં ઓઈલ ભરવાથી પોલીસ/ઓઈલ કંપની તેના પર શંકા પણ નહી કરે તે રીતે એક રાત્રીના ૩-૪ કન્ટેનરમાં ઓઈલ ચોરી કરી લેતા સંદિપ ગુપ્તાના ૧૫ - ૨૦ કન્ટેનર જેની એકની અંદાજીત કિમંત. ૪૦-૫૦ લાખ થાય તે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કબ્જે લેવામાં આવેલ છે. સદિપ ગુપ્તાએ રાજસ્થાન, યુ.પી. ગુજરાત, ઝારખંડ, વેસ્ટ બંગાળના ઓઈલ માફીયાઓ સાથે નેટવર્ક બનાવી કરોડો રૂપીયા કમાય છે.

છૂટકમાં વેચાણ કરતા

સંદિપ ગુપ્તા દક્ષિણ ગુજરાતમાંથી તેના સાગરીતો મુનેશ ગુજ્જર ઉર્ફે ફીજી. નિશાત કર્ણીક તથા વસીમ કુરેશી વિગેરેની મદદથી યુઝ્ડ ઓઈલ ખરીદતો અને વેચતો ત્યારબાદ સમગ્ર સીન્ડીકેટ બની જતા પાઈપ લાઈનમાંથી ચોરી કરવાનુ શરૂ કરેલ અને ચોરી કરેલ ઓઈલ રોડ બનાવવામાં, ઈટોના ભઠ્ઠામાં, બોઈલરમાં તથા ઘણી કેક્ટ્રીમાં વપરાતુ હોય તેઓ વેંચાણ કરી દેતા હતા.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

મજકુર આરોપી સંદિપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વિજેન્દ્રકુમાર ગુપ્તા અગાઉ રાજસ્થાનમાં અલવર, ચીત્તોડગઢ, સિરોહી, ભરતપુર, આબુરોડ, બહરોડ, બ્યાવર, બર તથા હરીયાણાનાં સોનીપત, રોહતાસ, ગોહના, ઝજ્જર તથા ગુજરાતનાં મોરબી, ખેડા તથા પશ્ચિમ બંગાળના કોલકત્તા, વર્ધમાનનગર વિગેરે જગ્યાએથી અંદાજીત ૪૦૦ કરોડની I.O.C.L. ની પાઈપલાઈનમાંથી ફુડઓઈલની ચોરીના ગુન્હાઓમાં પકડાયેલ છે. મજકુર આરોપીની ગેંગ વિરૂધ્ધમાં ગુજરાત ATS દ્વરા GUJCTOC નો ગુન્હો પણ દાખલ કરેલ છે.

આ સમાચાર શેર કરો