Rajkot news: પેલેસ રોડ પર આવેલ મન મંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે ભીષણ આગ, વૃદ્ધ માતા અને પુત્રનું મોત
રાજ્યના રાજકોટમાં આગ લાગવાની વધુ એક દુર્ઘટના

રાજ્યના રાજકોટમાં આગ લાગવાની વધુ એક દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના પેલેસ રોડ પર આવેલ મન મંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે ભીષણ આગ લાગતા 92 વર્ષીય વૃદ્ધા અને તેમના 63 વર્ષીય પુત્રનું કરુણ મોત નીપજ્યું છે.
ત્રણ ફાયર ફાઈટરોએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
ઘટનાની જાણ થતા જ ત્રણ ફાયર ફાઈટરોએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ગુંગળામણને કારણે બેભાન થયેલા માતા-પુત્રને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. સિવિલમાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું મનાય છે.
ગૂંગળામણ જીવલેણ સાબિત થઈ
આગ લાગી ત્યારે રૂમમાં 92 વર્ષીય પ્રભાબેન ભગવાનજીભાઈ પુજારા અને તેમના 62 વર્ષીય પુત્ર નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ પુજારા સૂતા હતા. પ્રાથમિક તપાસ મુજબ, બંનેને કોઈ ગંભીર (દાઝ્યાના નિશાન) થઈ નહોતી, પરંતુ આગના ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓ બેભાન થઈ ગયા હતા. સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
શોર્ટ સર્કિટની આશંકા
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસના અનુસાર પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે FSL ની મદદ લેવામાં આવી રહી છે.
પૌત્રનો આબાદ બચાવ
આ દુર્ઘટનામાં એક આશ્વાસન એ રહ્યું કે મૃતક નરેન્દ્રભાઈનો પુત્ર સમીર, જે થોડા દિવસો પહેલા જ રાજકોટ આવ્યો હતો, તે સમયે ઘરે હાજર નહોતો. આથી તેનો







