સુરતમાં રહસ્યમય સંજોગોમાં છઠ્ઠા માળેથી પટકાતા સોફ્ટવેર એન્જિનિયર મહિલાનું મોત, 3 વર્ષ અગાઉ થયાં હતા લગ્ન
સુરતમાં ભટાર વિસ્તારમાં લગ્નના 3 વર્ષ બાદ પોતાના ઘરના છઠ્ઠા માળેથી પટકાતાં મોત નીપજ્યું હતું. સોફ્ટવેર એન્

સુરતમાં ભટાર વિસ્તારમાં લગ્નના 3 વર્ષ બાદ પોતાના ઘરના છઠ્ઠા માળેથી પટકાતાં મોત નીપજ્યું હતું. સોફ્ટવેર એન્જિનિયર મહિલા પોતાના ઘરે ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી. જેથી માથું ફાટી ગયું હતું. ગંભીર હાલતમાં મહિલાને 108માં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. હાલ મોતને લઈને રહસ્ય સર્જાયું છે.
રહસ્યમય રીતે નીચે પટકાઈ
મૂળ રાજસ્થાનના અને ભટાર વિસ્તારમાં આવેલા આકાશદર્શન એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે વિકાસ પેરિવાલ પરિવાર સાથે રહે છે. ત્રણ વર્ષ પહેલા વિકાસના લગ્ન મધુલિકા સાથે થયા હતા. મધુલિકા વરાછા વિસ્તારમાં આવેલી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી હતી. ત્યારે વિકાસ પણ એન્જિનિયર છે. તે પુણે ખાતે આવેલી કંપનીમાં કામ કરે છે. વિકાસની પુણે સ્થિત કંપનીમાં નોકરીની ઓફર આવી હતી. જેથી છેલ્લા ત્રણ મહિનાથી તે પુણે ખાતે રહીને નોકરી કરી રહ્યો છે. મધુલિકાના સાસુ કિચનમાં ભોજન બનાવી રહ્યા હતા. એ વખતે મધુલિકા ઘરની બાલકનીમાંથી નીચે પટકાઈ હતી. મધુલિકા નીચે પડી તેની જાણ થતા સોસાયટીના રહીશો સહિતના દોડી આવ્યા હતા.
પતિને જાણ કરાઈ
મધુલિકાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ મધુલિકાના પતિને પણ જાણ કરવામાં આવી હતી. હાલ આ મામલે ખટોદરા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ ઘટના અકસ્માત છે કે, આત્મહત્યા તેને લઈને રહસ્ય સર્જાયું છે.








