મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: પરિણીતાએ પોતાના ત્રણ સંતાનો સાથે પીધી ઝેરી દવા, માતા-પુત્રનું મોત

અમદાવાદમાં પરિણીતાએ પોતાના ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પી લેતા માતા-પુત્રનું મોત થયું છે જ્યારે બે

અમદાવાદ: પરિણીતાએ પોતાના ત્રણ સંતાનો સાથે પીધી ઝેરી દવા, માતા-પુત્રનું મોત

અમદાવાદમાં પરિણીતાએ પોતાના ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પી લેતા માતા-પુત્રનું મોત થયું છે જ્યારે બે બાળકીઓ સારવાર હેઠળ છે.પરીણિતાએ ઘઉંમાં નાખવાની દવા ચોકલેટમાં ભેળવી પરિણીતાએ પોતે અને બાળકોને દવા પી લીધી હતી. 

પરિણીતાએ ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પી લેતા માતા-પુત્રનું મોત

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં  પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી પોતાના ત્રણ સંતાનો સાથે મળીને ઝેરી દવા પી લીધી હતી. પરીણિતાએ ઘઉંમાં નાખવાની દવા ચોકલેટમાં ભેળવી પહેલા બાળકોને પીવડાવી હતી અને પછી પોતે પણ ગટગટાવી હતી. પરિણીતાએ આત્મહત્યા પહેલા સુસાઇટ નોટ પણ લખી હતી.

સુસાઇટ નોટમાં મોત માટે કોઇને જવાબદાર ગણાવ્યા નથી પણ પતિના હાથે સિંદૂર ન પરુવતા તેવું લખી મોતને વ્હાલુ કર્યું હતું. ઓઢવ પોલીસે પરિણીતાના આત્મહત્યા પાછળના કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

'મમ્મી-પપ્પા હું થાકી ગઇ છું', પરિણીતાએ સુસાઇડ નોટમાં શું લખ્યુ?

"મમ્મી-પપ્પા હું બઉં જ થાકી ગઇ છું, મારે અને મારા છોકરાને નથી જીવવું. હું જાઉં છું અને મારા ગયા પછી તમે રડતા નહીં અને હું જઉંને મને મારા છોકરાને અગ્નિ તમે આપજો. તમારી દીકરી તરીકે મને વિદાય આપજો. મારે કોઇ વહુ બનીને મને વિદાય ના આપતા અને હા એના હાથે મને સિંદૂર પણ ના પુરાવતા, મારે તમારા ઘરે કે પાછું નથી આવું. હું કોઇના એટલે કોઇના પર બોઝ બનવા નથી માંગતી કે મારા છોકરાઓને નથી બનાવવા માંગતી એટલે હું હવે આ પગલું ભરૂં છું અને હા આ ઘરમાં મારૂ કે મારા છોકરાઓનું હવે કઇ જ નામને માન ના રેવું જોઇએ. આમેય હું અને મારા છોકરા હોય કે ના હોય કશું જ ફરક પડતો નથી. બસ હવે હું જઉં. પપ્પા-મમ્મી, ભાઇ તમે લોકો બઉ જ રડતા નહીં અને અમને લોકોને યાદ કરીને રડતા નહીં. હંમેશા તમે લોકો ખુશ રહો."

આ સમાચાર શેર કરો