બાવળા : ચીયાડા ગામમાં 3 વર્ષના બાળકને રમતું મૂકીને માતાએ ખાધો ગળાફાંસો
આમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ચીયાડા ગામમાં એક પરપ્રાંતીય પરિણીતાએ ઝાડ પર ગળાફાંસ

આમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ચીયાડા ગામમાં એક પરપ્રાંતીય પરિણીતાએ ઝાડ પર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ પરિણીતાને ત્રણ વર્ષનું બાળક હતું, જેને તેણે આત્મહત્યા કરતા પહેલા ઝાડ નીચે રમતું મૂકી દીધું હતું.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ બાવળાના ચીયાડા ગામની સીમમાં મૂળ મધ્યપ્રદેશની વતની રેખાબેન માંગીલાલ જાંબુઆનામની પરિણીતાએ ઝાડ સાથે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા આ પરિણીતાએ પોતાના ત્રણ વર્ષના બાળકને ત્યાં રમતું મૂકી દીધું હતું.
આ પણ વાંચો : ગોધરાના કાશીપુરા ગામે ધારિયાના ઘા મારી પતિએ કરી પત્નીની કરપીણ હત્યા
મૃતક મહિલાનો પતિ અને પરિવારજનો વતનમાં ગામડે ગયા હતા ત્યારે આ પરિણીતાએ આત્મહત્યા કરી છે. પોલીસને આ મૃતક પરિણીતાના મૃતદેહ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
આ પરિણીતાએ શા માટે આ પગલું ભર્યું તે અંગે અનેક ચર્ચાઓ વહેતી થઇ છે. એક વાત એવી પણ સામે આવી છે કે આ મહિલાના પ્રેમીએ તેને દગો દીધો, માટે લાગી આવતા તેણે આ અંતિમ પગલું ભર્યું.
ઘટનાની જાણ થતા કેરાળા GIDC પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ પરિણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.








