મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Mehsana/ 250KMનું અંતર બે કલાકથી ઓછા સમયમાં કાપીને કણજીપાણીમાં ખોટી રીતે લગ્ન નોંધણી, યુવતીના પિતાએ કરી ફરિયાદ.

મહેસાણાના ઊંઝા અને પંચમહાલના કણજીપાણી ગામ વચ્ચે લગ્ન નોંધણી (Marria

Mehsana/ 250KMનું અંતર બે કલાકથી ઓછા સમયમાં કાપીને કણજીપાણીમાં ખોટી રીતે લગ્ન નોંધણી, યુવતીના પિતાએ કરી ફરિયાદ.

મહેસાણાના ઊંઝા અને પંચમહાલના કણજીપાણી ગામ વચ્ચે લગ્ન નોંધણી (Marriage Registration)માં ગંભીર ગોલમાલ બહાર આવી છે. એક જ દિવસમાં બે જુદા જુદા સ્થળો પર કાર્યવાહી અને નોંધણી દર્શાવવા બદલ, પંચમહાલના કણજીપાણીના તલાટી કમ મંત્રી તેમજ લગ્ન કરનાર યુવક-યુવતી વિરુદ્ધ ઊંઝા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

250 કિલોમીટરનું અંતર બે કલાકમાં!

યુવતીના પિતાએ ઊંઝા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, સમગ્ર મામલો શંકાસ્પદ સમય અને અંતર સાથે જોડાયેલો છે  ગત 14 નવેમ્બરના રોજ બપોરે 02:32 કલાકે ઊંઝાથી સ્ટેમ્પ પેપર લેવામાં આવ્યું હતું. આ સ્ટેમ્પ પેપર લીધાના થોડા જ સમયમાં, તે જ દિવસે આશરે 250 કિલોમીટર દૂર આવેલા કણજીપાણી ખાતે પહોંચીને સાંજે 4:00 કલાકે તલાટીએ લગ્ન નોંધણી પણ કરી દીધી.

આટલા ટૂંકા ગાળામાં 250 કિલોમીટરનું અંતર કાપીને તમામ પ્રક્રિયાઓ પૂરી થઈ જવી અશક્ય છે, જે સાબિત કરે છે કે નોંધણીની પ્રક્રિયામાં ગોલમાલ કરવામાં આવી છે.

ખોટા દસ્તાવેજોના આધારે રજિસ્ટ્રેશન

ફરિયાદમાં જણાવાયું છે કે, સ્ટેમ્પ પેપર પરના સોગંદનામામાં અલગ અલગ સ્થળ દર્શાવવામાં આવ્યા હતા, તેમ છતાં કણજીપાણીના તલાટી કમ મંત્રીએ નિયમોનો ભંગ કરીને લગ્ન રજિસ્ટ્રેશનની ખોટી નોંધ કરી દીધી હતી.

આ સમગ્ર મામલે યુવતીના પિતાએ કણજીપાણીના તલાટી કમ મંત્રી અને લગ્ન કરનાર યુવક-યુવતી વિરુદ્ધ છેતરપિંડી અને ખોટી નોંધણી કરવા બદલ ફરિયાદ દાખલ કરાવી છે. ઊંઝા પોલીસે હવે આ સમગ્ર પ્રકરણમાં તપાસ શરૂ કરી છે કે તલાટીએ શા માટે નિયમ વિરુદ્ધ જઈને નોંધણી કરી અને તેમાં કોની સંડોવણી છે

આ સમાચાર શેર કરો