મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના કાપડમાં તેજીના તડાકાથી માર્કેટ ફરીથી ધમધમવા લાગ્યા, લગ્નસરાની ઘરાકી નીકળતાં વેકેશન ટૂંકાયા

સુરતમાં દિવાળી પછી કાપડ બજારમાં લગ્નસરાની ઘરાકી જામતા વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. કાપડ બજારમાં લગ્નપ્રસ

સુરતના કાપડમાં તેજીના તડાકાથી માર્કેટ ફરીથી ધમધમવા લાગ્યા, લગ્નસરાની ઘરાકી નીકળતાં વેકેશન ટૂંકાયા

સુરતમાં દિવાળી પછી કાપડ બજારમાં લગ્નસરાની ઘરાકી જામતા વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. કાપડ બજારમાં લગ્નપ્રસંગની ઘરાકી નીકળતા દર વર્ષ કરતા આ વર્ષે બજારમાં દિવાળી વેકેશન પણ ઓછા દિવસનું રાખવામાં આવ્યું છે. ફરીથી કાપડ માર્કેટ ધમધમવા લાગી ગઈ છે.

આ પણ વાંચોઃબાંગ્લાદેશી મહિલા બોગસ ડોક્યુમેન્ટ સાથે સુરતમાં વસવાટ કરતાં ઝડપાઈ, આ રીતે પાર કરી હતી સરહદ

કાપડ માર્કેટમાં ચહેલ પહેલ વધી

કોરોના બાદ સુરતના કાપડ બજારમાં આ વર્ષ દિવાળી દરમિયાન ખૂબ જ સારો કારોબાર થયો છે. દિવાળી વેકેશન બાદ કોલકાતા, બેંગ્લોર, મુંબઈ તેમજ સાઉથ સહિતના બજારમાંથી ઇન્કવાયરી શરૂ થતા સુરતના કાપડ માર્કેટમાં ચહલપહલ જોવા મળી રહી છે. જેથી વેપારીઓએ વેકેશન ટૂંકાવી દુકાનોના વધામણા શરૂ કરી દીધા છે. 

50 હજાર કરોડના વેપારની આશા

ફોસ્ટાના ચેરમેન કૈલાસ હકીમે કહ્યું કે, દિવાળી અગાઉ ખૂબ સારો વેપાર થયો હતો. ત્યારે દિવાળી બાદ લગ્ન પ્રસંગની સિઝનને લઈને આગામી 6 મહિનામાં સુરતના કાપડ બજારમાં 40થી 50 હજાર કરોડનો કારોબાર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.હાલ સારો વેપાર થઈ રહ્યો હોવાથી વેપારીઓએ ફરીથી કામગીરી શરૂ કરી દીધી છે. ખૂબ સારો વેપાર થાય તેવી શક્યતા છે. દેશભરમાંથી ઓર્ડર પણ મળી રહ્યાં છે. સાડી-શૂટ સહિતના કપડાનો વેપાર ખૂબ સારો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો