મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાડીમાં વાવ્યો નશો! Rajkotના સુલતાનપુરમાં ખેતીની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ

રાજકોટ શહેરમાં નશા વિરોધી અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે હવે ગ્રામ્

વાડીમાં વાવ્યો નશો! Rajkotના સુલતાનપુરમાં ખેતીની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ

રાજકોટ શહેરમાં નશા વિરોધી અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ નશાના સોદાગરો સક્રિય થયા હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ જિલ્લા SOG (Special Operations Group) ની ટીમે બાતમીના આધારે સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ખેતરમાં દરોડો પાડીને ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપી પાડ્યું છે.

વાડીમાં થતી હતી ગાંજાની ખેતી મળતી માહિતી મુજબ, આરોપી નિર્મળ નાથાભાઈ ડેર દ્વારા પોતાની વાડીમાં અન્ય પાકોની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. SOGની ટીમે દરોડો પાડીને સ્થળ પરથી આશરે 21.300 કિલોગ્રામ લીલો ગાંજો જપ્ત કર્યો છે. આ જથ્થાની બજાર કિંમત અંદાજે ₹10,65,000 આંકવામાં આવી છે.

પોલીસ કાર્યવાહી જિલ્લા SOG પોલીસે આરોપી નિર્મળ ડેરની ધરપકડ કરી તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગાંજાનું વાવેતર ક્યારથી કરવામાં આવ્યું હતું અને આ નશાનો જથ્થો ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો