અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની કેન્ટિનની સખ્યાબંધ વસ્તુઓ સબસ્ટાન્ડર્ડ, NSUIએ લગાવ્યા ગંભીર આરોપ
ગુજરાત યુનિવર્સિટીના કેન્ટિનના વિવિધ ખાદ્યપદાર્થોનું સેમ્પલના ર

ગુજરાત યુનિવર્સિટીના કેન્ટિનના વિવિધ ખાદ્યપદાર્થોનું સેમ્પલના રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્ટિનના ખાદ્યપદાર્થની ગુણવત્તા પર હવે શંકા સેવાઈ રહી છે. NSUIએ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીની કેન્ટિનના કેટલાક ખાદ્યપદાર્થોના સેમ્પલ એકત્રિત કર્યા હતા. જેને લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા.
ટોમેટો સોસ,સમોસા અને અન્ય વસ્તુઓના નમુના લેવામાં આવ્યા
જેમાં ટોમેટો સોસ,સમોસા અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. આ નમૂનાઓને લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. NSUIના વિદ્યાર્થીઓએ 8 જાન્યુઆરીએ સેમ્પલ કલેક્ટ કરાવ્યા હતા.
આ ખાદ્યપદાર્થો સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું
ઉલ્લેખનીય છે કે આ ખાદ્યપદાર્થોનો રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં આ ખાદ્યપદાર્થો સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના કેન્ટિનના ખાદ્યપદાર્થોની ગુણવત્તા પર NSUI દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી.






