મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં દિવાળીની રાત્રે આગ લાગવાની અનેક ઘટનાઓ, ફાયર વિભાગમાં દોડધામ

આ વર્ષે ગુજરાતીઓએ મન મુકીને ફટાકડી ફોડી ધામધૂમપૂર્વક દિવાળીના પર્વની ઉજવણી કરી છે

ગુજરાતમાં દિવાળીની રાત્રે આગ લાગવાની અનેક ઘટનાઓ, ફાયર વિભાગમાં દોડધામ

આ વર્ષે ગુજરાતીઓએ મન મુકીને ફટાકડી ફોડી ધામધૂમપૂર્વક દિવાળીના પર્વની ઉજવણી કરી છે. આ કારણસર શહેરમાં આગ લાગવાના અનેક બનાવ બન્યા છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં આગ લાગવાની ઘટના બની છે. જોકે સારી બાબત એ રહી કે આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

અમદાવાદમાં દિવાળીના પર્વ દરમિયાન આગ લાગવાના 80 થી વધુ બનાવો બનતા ફાયર બ્રિગેડને ઉપરાછાપરી કામગીરી ચાલુ રાખવી પડી હતી. તેના લીધે દિવાળી દરમિયાન ફાયરબ્રિગેડે સતત દોડતા રહેવું પડ્યું હતું. મોટાભાગના આગના બનાવો ફટાકડા ને કારણે લાગ્યા હોવાનું મનાય છે. જેમાં દુકાન, મકાન, શોર્ટ સર્કિટ, સ્કૂલ, ગોડાઉન, ભંગાર, વાહન વગેરેમાં આગ લાગવાના બનાવનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ કચરાના કોલ મળ્યા હતા. અમદાવાદમાં 80, સુરતમાં 90, જ્યારે વડોદરામાં 21 આગના 21 કોલ મળ્યા હતા. 

ગુજરાતમાં દિવાળ ના દિવસે આગ લાગવાના સૌથી વધારે 100 જેટલા બનાવો બન્યા હતા. જેમાં મોડી રાત સુધી ફાયર બ્રિગેડને કોલ મળતા રહ્યા હતા. દિવાળીને દિવસે લાગેલી આગના બનાવમાં દુકાન, મકાન, શોર્ટ સર્કિટ, સ્કૂલ, ગોડાઉન, ભંગાર, વાહન વગેરેમાં આગ લાગી હતી. આગના બનાવોમાં ભારે નુકસાન થયું છે.

દિવાળીની રાત્રે આગની 80 ઘટના, કબાડીમાર્કેટની આગમાં 8 દુકાન ભસ્મીભૂત થઈ

દિવાળીની રાત્રે અમદાવાદ શહેરમાં આગની કુલ 80 જેટલી નાની મોટી ઘટના બનવા પામી હતી. અમદાવાદના મિરઝાપુરમાં કબાડી માર્કેટમાં સૌથી મોટી આગ લાગી હતી. જેને કાબુમાં લેવા માટે 12 ગજરાજ અને ફાયરના અધિકારીઓ કામગીરીમાં જોડાયા હતા. 8 જેટલી દુકાનો સદંતર બળી ને રાખ થઇ ગઈ હતી.

મિરઝાપુરમાં કબાડી માર્કેટ બળીને ખાખ

દિવાળીની રાત્રે રાજ્યભરમાં ઠેર-ઠેર આગ લાગવાના બનાવો નોંધાયા છે. ત્યારે અમદાવાદના મિરઝાપુર વિસ્તારમાં આવેલા કબાડી માર્કેટમાં મોડી રાત્રે આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અડધું કબાડી માર્કેટ ચપેટમાં લઇ લીધું હતું. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઓફિસર સહિત કર્મચારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યા હતો. જોકે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. 

સુરતમાં 90થી આગ લાગવાના બનાવો 

સુરતના વિવિધ વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટીમને 90 થી વધુ આગના કોલ મળ્યા હતા. આગના બનાવના લીધે અફરાતફરીનો મચી ગઇ હતી. આગની જુદી જુદી ઘટનાઓમાં કારખાન, ગોડાઉન, દુકાન સહિતના સ્થળોએ આગ લાગી હતી.  કાપોદ્રા, સરથાણા અને પુણાગામ સહિતના ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના 90 જેટલા કોલના પગલે ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું.

રાજકોટના જસદણમાં બંધ ગોડાઉનમાં આગ

રાજકોટના જસદણમાં બંધ ગોડાઉનમાં આગથી અચાનક આગ લાગી જેમાં ટ્રક અને બોલેરો ગાડી અમુક છૂટક વેપારીઓનો માલ સળગીને રાખ થઇ ગયો હતો. જસદણ ઈસાણી ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ત્રણ વાગ્યે આ આગનો બનાવ બન્યો હતો. ગોડાઉનની બહાર ફટાકડા ફૂટતા હોય તેવા CCTV આવ્યા સામે આવ્યા છે. ઈસાણી ટ્રાન્સપોર્ટ ગોડાઉન માલિક ઘટના સ્થળે દોડી જઇ વિકરાળ આગ જોતા ફાયર વિભાગને ફોન કર્યો હતો. જસદણ નગરપાલિકા ફાયરની ટીમને આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દિવાળીના તહેવાર નિમિતે ગોડાઉન માલિક અને કારીગરો મંગળવાર સવારે જ ગોડાઉન બંધ કરી નીકળી ગયા હતા. દિવાળીના દિવસે વહેલી સવારે અચાનક આગ લાગી હતી. સદનસીબે ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

વેરાવળમાં દિવાળીના તહેવારની રાત્રે 7 જગ્યાઓએ આગ લાગી 

ગીર સોમનાથના વેરાવળમાં દિવાળીના તહેવારની રાત્રે 7 જગ્યાઓએ આગ લાગી હતી જેમાં ફોરવ્હીલર બળીને ખાખ થઇ ગઈ હતી જ્યારે અન્ય એક ટુ વ્હીલર અને ફોર વ્હીલર ફાયર વિભાગે બચાવી લીધી હતી. આદિત્ય બિરલા સ્કૂલની સામે, મચ્છી માર્કેટમાં એક કેબિન, મફતિયાપરામાં બંધ મકાન, 80 ફૂટ રોડ પર ખુલ્લા પ્લોટમાં,પાયલ એપાર્ટમેન્ટ સામેના પ્લોટ, ભીડીયા પાસે કટલેરીની દુકાન સહિત 7 જગ્યાઓએ આગ લાગવાના બનાવ સામે આવ્યા હતા. આદિત્ય બિરલા સ્કૂલ પાસે 2 ફોર વ્હીલ અને ટુ વ્હિલારમાં પણ આગ લાગી જેમાંથી 1 ફોર વ્હીલ બચાવી લેવાઈ હતી. ફાયરમેન સુનીલભાઈ ચૂડાસમાના માર્ગદર્શન હેઠળ ડીસીપીઓ હરપાલ ખેર, નરેન્દ્ર કાછડીયા, ભૌમિત પરમાર, રોહિત વંશ, કેતન વાળા, મયંક ડાભી, વિજય કોડીયાતર, વિક્રમ ખટાણા, જીતેન્દ્ર ગોહિલ, જીતેશ ભરડવા, ભાવેશ ચાવડા સહિતના કામગીરીમાં જોડાયા હતા.

આ સમાચાર શેર કરો