VIDEO/ 'આપણા તાલુકાનો લુખ્ખો છે આ ધારાસભ્ય ...', ચૈતર વસાવા પર મનસુખ વસાવાએ કર્યા આકરા પ્રહાર
નર્મદા: ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની ટીમ પર આકરા પ્રહારો


નર્મદા: ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની ટીમ પર આકરા પ્રહારો કર્યા છે. નર્મદા જિલ્લામાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન મનસુખ વસાવાએ ચૈતર વસાવાને 'તાલુકાનો લુખ્ખો' કહીને સંબોધતા રાજકીય ગરમાવો ફેલાયો છે.
'અબબ' શબ્દ પર મનસુખ વસાવા આકરા પાણીએ
સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી ઓળખના મુદ્દે ચૈતર વસાવા અને માજી સાંસદની પુત્રી (રાઠવા બેન) પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ચૈતર એન્ડ કંપની 'અબબ' બોલાવીને સમાજને ગેરમાર્ગે દોરી રહી છે. ગામમાં જે લુખ્ખો કે ડામિસ હોય તે જ 'અબબ' કરે. આદિવાસી ઓળખ આવી ન હોઈ શકે. જો આપણે અત્યારે અવાજ નહીં ઉઠાવીએ, તો આ લોકો આખા સમાજને ગેરમાર્ગે દોરશે.
નર્મદા જિલ્લાને બદનામ કરવાનો આરોપ
મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાએ પોતાના કૃત્યો દ્વારા નર્મદા જિલ્લાને આખા ગુજરાતમાં બદનામ કરી દીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભૂલ ગમે તેની હોય, તેને રોકવાની જવાબદારી સૌની છે, પરંતુ આ લોકો માત્ર ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે.
મનરેગા અને રેતી ખનન પર ખુલાસો
ભ્રષ્ટાચારના મુદ્દે સાંસદે જણાવ્યું હતું કે મનરેગા યોજનામાં અનેક જગ્યાએ ભાજપના નેતાઓએ જ તપાસની માંગ કરી હતી, જેને પગલે અત્યારે કાર્યવાહી થઈ રહી છે. જો કોઈ નાની-મોટી ભૂલ હોય તો તેમાં સ્થાનિક ધારાસભ્યની પણ જવાબદારી બને છે.
રેતી ખનન અને ખનીજ ચોરીની ફરિયાદો પર હવે દંડ વસૂલવામાં આવી રહ્યો છે, જેનાથી સરકારની આવકમાં વધારો થશે. પહેલા આવી કોઈ તપાસ થતી નહોતી.
યુવાનોને શિખામણ
રાજકીય પ્રહારોની સાથે મનસુખ વસાવાએ યુવાનોને પણ સલાહ આપી હતી કે સારી નોકરી અને સફળતા મેળવવા માટે મહેનત કરવી અનિવાર્ય છે, ટૂંકા રસ્તાઓ કે ખોટા રસ્તે જવાથી સફળતા મળતી નથી.








